________________
દીક્ષા પ્રવૃત્તિ
n
રીતે સારું થયું, કારણ કે “ભલું થયું ભાંગી જંજાળ.' સાધુપણામાં રહીને ચારિત્ર ન પાળત, તો એ જેટલું ઉપાધિક હતું, તેટલું જ તેવા માણસનું જવું સુખકર્તા છે.”
કરાચીમાં કોલાહલ થતાં “મુંબઈ સમાચાર 'ના કરાચી ખાતેના પ્રતિનિધિએ મારે ઈન્ટરવ્યુ લીધે, એ “ઇન્ટરવ્યુ'માં પણ જે જણાવ્યું તે આ રહ્યું –
હારે પિતાને અભિપ્રાય છે કે જે સાધુનું ચિત્ત સ્થિર ન હોય અથવા કેાઈનો પર્ણ બહેકા બહેકાઈ જાય, એવા સાધુ સાધુપણામાં રહીને પણ શું ભલું કરી શકે ? એટલે હું માનું છું કે તે ગયો, એ અમારા સમાજની દૃષ્ટિએ અને
હારી પેાતાની દષ્ટિએ સારું જ થયું છે. હું તો દીક્ષા આપતાં પહેલાં અને દીક્ષા આપ્યા પછી પણ કહેતોજ આવ્યો છું કે જેને સાચો વૈરાગ્ય હોય, જેને ચારિત્ર પાળવું હોય, જેને આત્મસાધન કરવું હોય, તેણેજ સાધુ અવસ્થામાં રહેવું જોઈએ. અમારે ત્યાં નાની દીક્ષા અને વડી દીક્ષા એવા બે ભેદ છે. નાની દીક્ષા આપવાનો હેતુજ એ છે કે મહિનાઓની કટી પછી તેને વડી દીક્ષા આપવી.
વડી દીક્ષા ન આપી હોય ત્યાં સુધી કોઈનું મન ચલાયમાન થાય અને તે ઘર ભેગા થઈ જાય, તે એમાં હું કોઈ મહત્વ જ નથી. કમની વિચિત્રતાઓને આધીન તમામ છ હોય છે. ઉત્તમ ગૃહસ્થાશ્રમમાં રહેલો માણસ વ્યભિચારી બને યા કોઈની છોકરી લઈને ભાગી જાય, તે તે વખતે આપણે એમજ કહીએ કે બીચારાને પાપનો ઉદય છે. વળી વડી દીક્ષા આપ્યા પછી પણ અને ૨૫-૨૫ કે તેથી વધારે વર્ષો સુધી ચારિત્ર પાન્યા પછી પણ કોઈ પ્રબળ પાપના ઉદયથી પતીત થાય. તે તેને કોણ રોકવા જનાર છે ? આ જમાનામાં આવું બને છે, એવું નથી, હમેશાથી સંસારીઓમાં અને સાધુઓમાં આવી સ્થિતિઓ થતી આવી છે. આ બધું કર્મની વિચિત્રતાનું પરિણામ છે. કમને સિદ્ધાંતમાં માનનારે માણસ આવા કિસ્સાઓમાં જરા પણ આશ્ચર્ય ન કરે. દીક્ષા છોડીને જનારે માણસ જ્યારે અમુક ઠેકાણે પહોંચે છે અને પિતાની નિરાધાર અવસ્થા દેખે છે, ત્યારે તેને ઘણાજ પશ્ચાત્તાપ થાય છે. “હાય, હાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org