________________
સામાજિક પ્રવૃત્તિ
[ ૩૨૫
હેજ જોઈએ. અને એટલા માટે કરાચીના સમસ્ત સંઘની એક
ડીરેકટરી' કરવા સંબંધી ઉપદેશ આપવામાં આવ્યા. “આરંભ શરાઓની માફક શરુઆત તે ખૂબ સુંદર થઈ. એની કમીટી નિમાણી, ફાર્મો છપાયાં, ભરાવવામાં આવ્યાં, અને હવે માત્ર એની તારવણ કરવાનું કામ અટકયું છે. જે આટલું અધૂરું રહેલું કામ પૂરું કરવામાં આવે, તો કરેલી મહેનત સફળ થાય, અને કરાચીના જૈન સમાજની વાસ્તવિક સ્થિતિ બરાબર જણાઈ આવે.
એમાં કંઈ શક નથી કે ભાઈ પ્રતાપચંદ ખીમચંદે આ સંબંધી ઘણી મહેનત કરી છે. હવે તે મહેનતને સફળ કરવાનું તેઓ અને તેમના મિત્રો ધ્યાનમાં લે, એજ ઇચ્છીએ. શ્રીહિમાંશુવિજયજી સ્મારક
સિંધમાં આવતાં હાલા મુકામે થએલા ત્રીસ વર્ષના યુવાન અને ધુરંધર વિદ્વાન સાધુ શ્રીહિમાંશુવિજયજીના સ્વર્ગવાસનું દુઃખ કરાચીના સમસ્તસંધને બહુ ઉંડુ થાય, એ સ્વાભાવિક હતું. શ્રી હિમાંશુવિજયજી કેટલે ગંભીર, વિદ્વાન્ અને ઉચે ચારિત્રપાત્ર સાધુ હતો, એને પરિચય કરાચીના ઘણું આગેવાન ગૃહસ્થાને થયો હતો. શ્રીહિમાંશુવિજયજીની બિમારી અને છેવટે સ્વર્ગવાસ સમયે લગભગ બસે જેટલા ગૃહસ્થ કરાચી, હૈદ્રાબાદથી હાલા મુકામે આવ્યા હતા. સ્વર્ગવાસના બીજા જ દિવસે હાલા, હૈદ્રાબાદ અને કરાચીના ગૃહસ્થની સભામાં તેમના
સ્મારકફંડ'ની શરુઆત કરવામાં આવી હતી. હાલાના સંઘે પોતાના તરફથી શ્રી હિમાંશુવિજયજીની એક દેરી અને પાદુકા રાખીને “સ્મારક કાયમ રાખવાનું સભાની વચ્ચે જાહેર કર્યું હતું.
કરાચીના સંધે સ્મારક સંબંધીને વિચાર ભવિષ્ય ઉપર રાખી, Fડની શરુઆત કરી હતી. અમારા કરાચી આવ્યા પછી સંઘે તે વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org