________________
૨૮૬].
મારી સિંધયાત્રા
- “મહારાજશ્રીએ કહ્યું હતું કે આપણે આડંબર કર નથી, પણ કામ કરવાનું છે. એટલે શાંતિપૂર્વક જે કાંઈ થાય તે કરવું, એ આપણું કામ છે. હિંસા ઘેડા ઘણે અંશે જરૂર બંધ થશે. પણ કદાચ એ બંધ ન થાય, તોપણ આપણે શુભ આશયથી આ કામ કરતા હોવાથી તેટલા પુણ્યના ભાગીદાર તે થઈશું જ. દિવસના ભાગમાં હું મારું કામ બજાવીશ, પણ રાત્રિના સરઘસ માટે સારા સારા વક્તા મુકરર કરો કે જેઓ લતા લતામાં રાત્રિફેરી સાથે ફરીને વ્યાખ્યાન આપી શકે
મહારાજશ્રીના આ ઉપદેશની અસર સારી થવા પામી હતી અને લોકેએ પોતપોતાનું કામ સંભાળી લીધું હતું. એકંદર રીતે આ નવરાત્રિના દિવસે માં થતી હિંસા બંધ કરવા યા ઓછી કરવા માટે મેડે મોડે પણ મુનિશ્રીની પ્રરણાથી જે કાંઈ યોજના હાથ ધરવામાં આવી છે, તે પ્રશંસનીય છે કે કાર્યકર્તાઓ પિતાના કાર્યમાં સફળ થાય, એમ આપણે ઇચ્છીએ છીએ. આ કામમાં દરેકે સહકાર આપવો જોઈએ, અને અમને ઉમેદ છે કે આ બધી ચળવળનું ઘણું જ સુંદર પરિણામ આવવા પામશે.”
પારસી સંસાર તા. ૯ ઓકટોબર ૧૯૩૭ આવી જ રીતે હિતેચ્છુ પત્રે પણ “અગ્રલેખ લખ્યો હતો. તેમાં લખ્યું હતું
કરાચીમાં આ દશેરાના દહાડામાં થતી હિંસા અટકાવવાને માટે જૈન ભાઈઓએ જે પ્રયત્ન ઉપાડયો છે, તે પ્રશંસનીય છે. આ સાલ વિશેષતા એ છે કે જનધર્મના મહાન ઉપદેશક મુનિ મહારાજ વિદ્યાવિજયજી કરાચીમાં બિરાજમાન હોઈને તેમની હાજરીથી તેમજ પ્રોત્સાહનથી આ દશેરાના નિમિત્તે થતી હિંસા અટકાવવાને એક મેટા પાયા ઉપર પ્રયાસ થનાર છે.
“આ પ્રયાસ એ છે કે કાંઈક સે જેટલા ભાઈઓ હિંસા અટકાવવાને હિંસાના સ્થાન આગળ શાંત સત્યાગ્રહ કરવા અથવા ઉપવાસ કરવાને તત્પર થયા છે. ઉપરાંત આવા સવગુણ ભાઈઓનું એક સરઘસ નીકળનારું છે, ઉપરાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org