________________
ધાર્મિક પ્રવૃત્તિ
૨૭
મહાન ક્રિયા પણ કરવામાં આવી હતી. આ ક્રિયાની વિધિ કરવા માટે વળાદનિવાસી ક્રિયાકુશળ શેઠ ફૂલચંદભાઈ ખીમચંદ, પિતાના પુત્ર અને બીજા એક ભાઈ સાથે આવ્યા હતા. કરાચીના આંગણે આ ક્રિયા એક નવીન જ પ્રાયઃ ક્રિયા હતી. લોકેને ખૂબ જ રસ આવ્યો હતો.
બન્ને વર્ષના ઉપયુંકત ઉત્સવને અંગે વરઘોડા અને સમાચિત બીજી ધૂમધામે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે સારી થઈ હતી.
અજેને લીધે લાભ
ઉપર્યુક્ત બંને ઉત્સવો કરાચીને માટે અગત્યના હતા. સિંધ જેવા માંસાહારી મુલકમાં, અને જ્યાં જૈન ધર્મ કે જનક્રિયાઓને લોકો જરા પણ ન જાણતા હોય, એવા દેશમાં આવા ઉત્સવ ખરેખરી જનધર્મની પ્રભાવના કરનારા થઈ પડે છે. જેમણે એ ઉત્સવો નજરે જોયા છે, તેઓને એ વાતની ચોક્કસ ખાતરી થઈ છે. બંને ઉત્સવોમાં સેંકડો સિંધી ભાઈઓ બહેનો અને બીજા અને ભાગ લેતા હતા, અને જનધર્મની પ્રશંસા અને અનુમોદના કરતા હતા. એટલું જ નહિં પરન્તુ શાન્તિસ્નાત્રના દિવસે જીવદયાને જે ફાળે થયો, તેમાં એ લોકોએ પણ યથાશક્તિ ફાળો આપ્યો હતો. એટલું જ નહિ, શાન્તિસ્નાત્રમાં ભગવાનના ૨૭ અભિષેકનું જળ, એક પારસી ગૃહસ્થ ભાઈ એદલ ખરાસે ૫૦ મણ ધી (૧૨૫ રૂપિયા) બેલીને પોતે લીધું હતું. આ કેટલું મહત્વ કહેવાય, એ વિચારનારા વિચારી શકે છે.
એટલે અત્યારના સમયમાં આવા ઉત્સ વધારે મહત્ત્વના અને આવશ્યકીય નહિ હોવા છતાં, દેશકાળને વિચાર કરનારાઓને જરૂર સમજાશે કે આવાં ક્ષેત્રમાં, કે જ્યાં જૈનધર્મ શું છે? એ કોઈપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org