________________
૩૦૬]
મારી સિધિયાત્રા
કમીટીના બધાએ શેઠીઆઓ ઉપરાત જન સ્વયંસેવક મંડળ તેમજ ભાઈ ખીમચંદ વોરા, ભાઈ ટી. જી. શાહ, પુરુષોત્તમ કોઠારી, પી. ટી. શાહ, ભાઈ ફૂલચંદ વર્ધમાન, ભાઈ પ્રતાપચંદ ખીમચંદ, ભાઈ જેચંદ વાઘજી, ભાઈ ખુશાલચંદ વસ્તાચંદ, ‘ભાઈ તલકશી દવાવાળા, ભાઈ જયન્તીલાલ રવજીભાઈ મહેતા અને ભાઈ ભાગચંદ ખેતસી વિગેરે મહાનુભાને પ્રયતન ઘણેજ પ્રશંસનીય હતો. સર્વાધિક શ્રેય.
- આ પ્રથમ જયન્તીના ઉત્સવનું સર્વાધિક શ્રેય કરાચીના ઉદાર અને ધમપ્રિય શેઠ ભાઈચંદભાઈ ભાણજીને ઘટે છે, કે જેમણે અઠ્ઠાઈ મહત્સવ આદિ ધાર્મિક કાર્યોમાં પિતાની લક્ષ્મીને સદ્વ્યય કરવામાં પોતાના દિલને મોકળું રાખ્યું હતું. શેઠ ભાઈચંદભાઈનાં ધર્મપત્ની પણ તેટલાં જ ધર્મપ્રેમી છે. અને આ દમ્પતી દરેક ધર્મક્રિયામાં આગેવાની ભર્યો ભાગ લઈ આત્મિક લાભ ઉઠાવતા. જન જાતિ” શું કહે છે?
આ જયન્તીના કાર્યનું સ્વયં નિરિક્ષણ કરી ગયા પછી “જન તિ” ના અધિપતિ ભાઈ ધીરજલાલે જે અગ્રલેખ લખ્યો હતો તે વાંચવા માત્રથી હરકોઈને ખ્યાલ આવી શકે છે કે એ જયન્તી કેાઈ જૈન સાધુની જયન્તી હતી કે જાણે જગતની કઈ મહાન વિભૂતિને તમામ ધર્મના અનુયાયીઓ પોતાની અંજલી અર્પણ કરવા એકત્રિત થએલ સર્વધર્માનુયાયિઓનું કાઈ સંમેલન હતું? અથવા સર્વધર્મોવાળાની ઐક્ય સાધતી કોઈ મહા કોન્ફરન્સ હતી ? " જન જ્યોતિને અગ્રલેખ આ છે :
જયન્તી ઉજવવી એ હવે જન સમાજમાં નૂતન ઘટના નથી રહી. થોડા ઘેડા દિવસેને અંતરે “ જયન્તી ઉજવ્યાના સમાચાર સાંપડતાજ રહે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org