________________
૩૧૪].
મારી સિંઘયાત્રા
કલ્યાણ કરવા કરાવવાની ભાવના રખાય ને ઉમ્મર આદિ ખાસ ખાસ બાબતે જોઇને દીક્ષા આપવામાં આવે, તો પાછળથી ગમે તેવું પરિણામ આવે, તો પણ તેમાં કેઇનો દોષ કાઢી શકાય નહિ. દીક્ષાને ઉમેદવાર
* ગુરુદેવની પંદરમી જયંતીના પ્રસંગે જે અનેક ગૃહસ્થે બહારગામથી આવ્યા હતા, તેઓમાં અમદાવાદથી બે ઉદયપુરી ગૃહસ્થ આવેલા. જેમાંના એક ભાઈ રૂપલાલજી બનોરિયા અમારા ઘણા વર્ષોના પરિચિત હતા. તેમની સાથે જ એક મેવાડી ગૃહસ્થ લગભગ ત્રીસ વર્ષની ઉમરના હતા. જેમનું નામ હતું રણજીતસિંહ. ભાઈ ૨૫લાલજી બીજા ગૃહસ્થનો પરિચય કરાવી “તે દીક્ષાના ઉમેદવાર છે, અને યોગ્ય છે એવી ખાત્રી આપી રણજીતસિંહને મૂકી વિદાય થયા. રણજીતસિંહ અમારા પરિચયમાં આવવા લાગ્યા. અને પોતાની ભાવના વધારવા લાગ્યા. ' આમ બે ત્રણ મહિના થતાં જ્યારે તેમનું દીક્ષા લેવાનું મન પાર્ક જણાયું, ત્યારે આ હકીકત કરાચીના મૂર્તિપૂજકસંઘને જાહેર કરવામાં આવી.
સંઘસત્તા
થોડા વર્ષો ઉપર અહમદાવાદમાં ભરાયેલા “મુનિસંમેલન' વખતે સંઘસત્તાને પ્રશ્ન ખૂબ ચર્ચા હતા. આ પ્રશ્ન એટલે બધો અગત્યને છે કે જેની આજે સમાજમાં ઘણી જરૂર છે. જે ગામમાં સાધુ દીક્ષા જેવી ક્રિયા કરાવવાના હોય, તે ગામના સંધની મરજી ઉપર બધું રાખીને સાધુ જે તટસ્થવૃત્તિથી કામ લે, તે સંધમાં ન કોઈ જાતને વિખવાદ થાય, કે ન સાધુને કેાઇ વિષયમાં સંડોવાવું પડે. એક ઉમેદવારની જેટલી પરીક્ષા સંધને કરવી હોય, તેટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org