________________
૩૧૦]
મારી સિંધયાત્રા
આક્ષણે
આ જયન્તીનાં આકર્ષણમાં શાંતિસ્નાત્ર, અઠ્ઠાઈ મહેત્સવ, સંગીતના જલસા, વરઘોડે અને વ્યાયામના પ્રયોગે મુખ્ય હતા. આ જયન્તી પ્રસંગે “જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક પાઠશાળા ને પચ્ચીસ વર્ષને “રૌપ્ય મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો. આ “રીય મહોત્સવ’ના પ્રમુખ અમદાવાદવાળા શેઠ શકરાભાઇ લલ્લુભાઈ થયા હતા. આ પ્રસંગે પણ પાઠશાળાના બાળકો અને બાલિકાઓએ અનેક સંવાદે, ડાયલોગ, રાસ અને બીજા કેટલાક પ્રયોગ કરી શ્રોતાઓનાં ચિત્ત આકર્ષિત કર્યા હતાં.
સંગીતના જલસા પ્રસંગે શ્રીયુત શેઠ લાલચંદ પાનાચંદની પૌત્રી બહેન શારદા, કે જેની ઉમ્મર તેર ચૌદ વર્ષની છે, તેણુયે એક વીર ક્ષત્રિયાણુને શોભે તેવા ખુલ્લી તરવારના જે પટ્ટા ખેલી બતાવ્યા હતા તે; એક નવવર્ષની બાલિકા કુમારી બંસરી કાજીએ ગુરુદેવની પૂજાનું કરેલું નૃત્ય, તેમજ સિંધી બાળાઓ બેન સુંદરી અને સાવિત્રીનાં ભજને–એ વસ્તુઓ ઘણું જ આકર્ષક થઈ હતી.
વકતૃત્વકળાની હરીફાઈ
આ જયન્તી પ્રસંગે કરાચીની કેપણ કેમના વક્તાઓને વકતૃત્વ કળા'ની હરિફાઈમાં નોતરીને શ્રી વિજયધર્મસૂરિજીના જીવન ઉપર હરિફાઇનાં વ્યાખ્યાને કરાવવામાં પણ આવ્યાં હતાં. જુદી જુદી કામના લગભગ પંદર જેટલા વક્તાઓએ આ હરિફાઈમાં ભાગ લીધે હતો. બધા ય વક્તાઓએ ગુરુદેવના જીવનને સુંદર અભ્યાસ કરી વ્યાખ્યાને આપ્યાં હતાં. આ હરિફાઈમાં સૌથી પહેલું ૨૫ રૂપિયાનું ઈનામ ભાઈ હરિલાલ રાચ્છ નામના વૈષ્ણવ યુવકને ફાળે ગયું હતું. જ્યારે બીજાં બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org