________________
૩૦]
મારી સિંધયાત્રા
સ્થાનકવાસી પાઠશાળા અને કન્યાશાળા, એ ધાર્મિક સંસ્થાઓમાં મુખ્ય છે. બંને ફિરકાઓની સંસ્થાઓ કમીટીના બંધારણથી ચાલે છે. ખુશી થવા જેવું છે કે આ બંને સંસ્થાએ એકસંપીથી કામ કરે છે. મેળાવડા ઘણી વખત સાથે જ થાય છે અને બાળકો અને બાળાઓના ખેલો વિગેરે પણ એક સાથે થાય છે. આવા સંયુક્ત મેળાવડાની અસર ઘણી સુંદર થાય છે. બાળક અને બાળાઓને પણ પિતાનું કાર્ય કરવામાં ઘણો ઉત્સાહ રહે છે. સંચાલકોને પણ તૈયારી કરાવવાને સારે ઉત્સાહ રહે છે.
આવા અનેક મેળાવડા અમારી સમક્ષ થયા હતા, જેમાં સ્થાનકવાસી જૈન પાઠશાળાનો એક આકર્ષક મેળાવડો તા. ૮-૯ એપ્રીલ ૧૯૩૯ ના દિવસોમાં કરવામાં આવ્યો હતો. આ વખતે બાળકે અને બાળાઓએ કેટલાક સંવાદો, અને ગરબા વિગેરેને કાર્યક્રમ રજુ કર્યો હતો. આ પ્રસંગે મેં જે ટૂંકુ પ્રવચન કર્યું હતું, તેને સાર આ છે –
“ આ સંસ્થાના સેક્રેટરી ભાઈ ખીમચંદ વોરાએ બાળકો અને બાળાઓ પાસે જે પ્રોગ્રામ રજુ કરાવ્યું છે, તે ઉપરથી મારે તમને સમજાવવું જોઈએ કે સંગીત અને અભિનયકળાનું જન સાહિત્યમાં ઘણું ઉચું સ્થાન છે. અજિતશાંતિ જેવાં આપણાં સૂત્રોમાં જે ગાથાઓ આપણે બોલીએ છીએ, તે સંગીત કળામય છે. સૂત્રોમાં રસ નથી આવતે એનું કારણ એ છે કે તે કળાયુક્ત બલાતાં નથી. જેનાચાર્યોએ સંસ્કૃત નાટકો રચ્યાં છે, તેની અંદર પણ સંગીત અને અભિનયને સ્થાન છે. મંદિરમાં સ્તવનો વિગેરે ગવાય છે, પણ જો તે સંગીતકળાયુક્ત ગવાતાં હોય તો અત્યારે જે આનંદ આવે છે, એના કરતાં વધારે આવે. નૃત્ય એ પણ અભિનય કળા છે. કોઈપણ વસ્તુના શરીરના અભિનયથી સમજાવવાનું કામ આપણે બધાયે કરીએ છીએ. હુ લાંબો હાથ કરીને હથેલી ઉંધી રાખી મીઠી નજરે કોઈના ઉપર હાથ મૂકે, આ મારો અભિનય કોઈ પણ સમજી શકશે કે તે આશીર્વાદને સૂચક છે. ગુસ્સો કરવો હોય, ત્યારે હાથ કડક બનાવી મુઠીવાળી આંખના ડોળા કાઢીયે, એટલે વગર બેલે લોકો સમજી શકે કે આ ગુસ્સે કરે છે, આનું નામ અભિનય કળા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org