________________
ધાર્મિક પ્રવૃતિ
[૩૦૧
ખરું કહીએ તો ધાર્મિક કે વ્યવહારિક બધી બાબતેમાંથી આપણે કળાને દૂર કરી છે અને ત્યારથી આપણું વસ્તુઓમાં નીરસતા ઉત્પન્ન થઇ છે. ભાઈ ખીમચંદ વેરા કળાના ઉપાસક છે. કળામય જીવન જીવવું એમને બહુ ગમે છે, અને એજ કારણ છે કે તેમના હાથ નીચે ચાલતી સંસ્થાના બાળકો અને બાળાઓને ધાર્મિક અભ્યાસમાં પણ કળાને સ્થાન આપી આટલી બધી સુંદરતા ઉત્પન્ન કરાવી શકે છે. સ્થા. પાઠશાળાએ બાળકોને ગોખણપટ્ટીના બોજાથી બહુ દૂર રાખ્યા છે. જૈન ધર્મનું મૂળ તત્વ બાળકે કેમ જાણે, એ માટે ભાઇ ખીમચંદ વોરા સતત પ્રયત્ન કરે છે. ધાર્મિક સંસ્થાના વિદ્યાથીએ વ્યવહારિક કળાઓમાં પણ સારી રીતે આગળ વધી શકે છે. આ સંસ્થાનું અનુકરણ બીજી સંસ્થાઓ કરે એ જરૂરી છે.
આવા મેળાવડાઓ જેનસમાજને અને જૈનધર્મને માટે ઘણાજ લાભદાયક છે, એમ સ્પષ્ટ દેખાય છે. બાળકને ઉત્સાહ વધે છે, લોકોમાં ધાર્મિક શિક્ષણ પ્રત્યે પ્રેમ વધે છે, પોતાના કર્તવ્યનું ભાન થાય છે અને જેનેતર જૈનધર્મની અનુમોદના કરે છે. જુદા જુદા ફિરકાઓના સંયુક્ત મેળાવડા થવાથી બાળકોમાં પોતાના ફીરકા તરીકેનું અભિમાન ન આવતાં પિતે પિતાને જેન તરીકે ઓળખવાનું શીખે છે. આપસમાં પ્રેમભાવ વધે છે અને છૂટી શકિતઓ કરતાં સંયુક્ત શક્તિઓનો પ્રભાવ ઘણું વધારે પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org