________________
૨૯૮]
મારી સિંધિયાત્રા
જાણતાજ નથી; અરે ખુદ જનેને પોતાને પણ પોતાની ક્રિયાઓની ખબર નથી, તેવા દેશમાં આવી ક્રિયાઓ-આવા ઉત્સવ જરુર અગત્યના છે. ધાર્મિક ઠરાવ
કરાચીની અમારી સ્થિતિ દરમિયાન બે અગત્યની ચર્ચાઓએ ભારતવર્ષના જૈન સમાજમાં બહુ ઉગ્ર રૂપ લીધું હતું. તેમાંની એક બાબત હતી સંવત્સરીના તિથિનિર્ણય સંબંધી, અને બીજી હતી “બિહાર રીલીજ્યસ એન્ડોમેન્ટ બીલ' સંબંધી.
તિથિની વધઘટના કારણે સંવત્સરી પર્વ ક્યારે કરવું ? એ સંબંધી ગુજરાતમાં વિચરતા મુનિરાજોની વચમાં નહિ ઇચ્છવાજોગ ઉલ્કાપાત મચ્યો હતો. એક વાર્ષિક પર્વની આરાધનામાં રાગદ્વેષને દાવાનળ આખી સમાજમાં સળગે, પાટિએ પડે, એકબીજાની નિંદાઓ થાય અને તેના પરિણામે જૈનેતરમાં જૈનધર્મ અને જૈન સાધુઓની હલકાઈ થાય, એ ખરેખર દુઃખનો વિષય હતો. માટે કરાચીના સંઘની તા. ૨૨ મી જુને મળેલી વિરાટ સભાએ નીચેના ત્રણ ઠરાવો આ પંક્તિના લેખકના પ્રમુખપદે કર્યા હતા, તે ત્રણ ઠરાવ આ છે –
- કરાચી સંધની આ સભા માને છે કે સંવત્સરી પર્વની તિથિની વધઘટના કારણે અત્યારે આપણું મુનિરાજેમાં અને શ્રાવકોમાં જે મતભેદ પડે છે, તે મતભેદ જરા પણ ઇચ્છવાજોગ નથી. કોઈપણ વિષયમાં મતભેદ થાય, એ સ્વાભાવિક છે, પણ એ મતભેદને આટલું ભયંકર રૂપ આપી આખા સમાજમાં ભાગલા પડી જાય અને જનધર્મની હીલનું થાય, એવી સ્થિતિ સુધી લઈ જવે, તે જરા પણ યુક્ત નથી, માટે અમારો સંધ એમાં ભાગ લેનારા મુનિરાજોને અને શ્રાવકભાઈઓને વિનતિ કરે છે કે કાં તે આ પ્રશ્નનો જેમ બને તેમ જલ્દી નીવેડો આવે એ પ્રબંધ કરે, અથવા આ ચર્ચાને બિલકુલ બંધ કરે.”
રજુ કરનાર શ્રી મણિલાલ હેરાભાઈ ટેકે આપનાર શ્રી મૂળજીભાઇ જીવરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org