________________
નવરાત્રિ આદિમાં પ્રવૃત્તિ
[૨૮૫
સવારના વ્યાખ્યાનમાં કોઈપણ વ્યવહારુ યોજના હાથમાં લેવા માટે બહુ જોરદાર ઉપદેશ આપ્યો હતો. પરિણામે કેટલાક જૈનેતર મહાનુભાવોએ પણ આ વાતને ઉપાડી લેવાને પોતાની સેવા આપવા ઈચ્છાઓ પ્રકટ કરી હતી. જરૂર પડે તો પિકેટીંગ કરવા ને બીજી કેઈપણ સેવા આપવા માટે ઘણી બહેનોએ પણ ઉત્સાહ બતાવ્યો હતો.
વધુ સમય નહિ હોવાને કારણે બાકી રહેલા ચેડા દિવસમાં જેટલું બની શકે તેટલું કામ કરવા માટે રોજના ઘડવા સારૂ શુક્રવારે રાત્રે દેરાસરછની બાજુના ચોકમાં જૈન જૈનતરની એક સભા બોલાવવામાં આવી હતી. આ વખતે જે પેજના નક્કી કરવામાં આવી છે, તે આ છે :
*
+
આ સભા કે નાની હતી, પણ રસદાર બની હતી. ભાઈઓએ જુદી જુદી જનાઓ રજુ કરી હતી અને છેવટે મહારાજશ્રીએ સમજાવ્યું હતું કે * કોઇપણ કમીટીમાં નામ લખાવતી વખતે ઘણાં લેકે નામ લખાવે છે, ચા નામે લખી લેવામાં આવે છે. અને બીજાઓ સમજે છે કે અમુક જવાબદારી તે અમુક માણસેએ લીધી છે, પણ તે બધામાં કામ કરનાર બહુ થડા નીકળે છે. તે આપણે ઘણીવાર અનુભવ્યું છે. તમે જવાબદારી માથે લીધા પછી જે જવાબદારીનું પાલન નહિ કરો, તે તે દેશના ભાગીદાર તમે થશે, હિંસા બંધ થાય કે ન થાય, તે સવાલ જુદો છે, પણ જે કામ તમને સોપવામાં આવ્યું છે, તે કામનું તમારે બરાબર પાલન કરવું જોઇએ.
+
*
+
મહારાજશ્રીએ સૂચના કરી હતી કે “અત્યારના કાર્યક્રમમાં મુખ્ય બે બાબતો ખાસ ધ્યાન ખેંચનારી છે. (૧) હિંસક કોમના આગેવાનોને સમજાવવા અને (૨) સરઘસનું કામ. આ કામ માટે તમે જેટલી વધુ કોશિષ કરશે, તેટલી વધુ, સારી અસર થશે. કોઈપણ જાતિના આગેવાનો કદાચ અહિં ન આવી શક્તા હોય, તો હું તેમને ત્યાં જવા માટે તૈયાર છું. માત્ર તમે મારી સાથે ચાલો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org