________________
૨૮૪]
મારી સિંધયાત્રા
પહેરો ભરવા માટે નામ નોંધાવ્યાં હતાં, તે મોટા મહેટા ઘરની હતી અને વયોવૃદ્ધા હતી. .
પત્રકારોને સહકાર–આમ “નવરાત્રિના દિસોમાં જુદા જુદા લતાઓમાં દેવીઓનાં મઠ આગળ થતી હિંસા અટકાવવાના શાંત પ્રયતને મોટા પાયા ઉપર થવાના છે, એવી વાતો વર્તમાનપમાં આવવા લાગી. કેટલાક પત્રકારે તે પોતાના અગ્રલેખ લખી અમારી આ હિલચાલને સર્વદેશીય બનાવવા, કરાચીની સમસ્ત જનતાને સાથ આપવા ભલામણ કરી. કાર્ય કરનારાઓને સૂચનાઓ પણ કરી. એ પત્રો પૈકી બે પત્રોના અગ્રલેખામાંથી જરુરી ફકરાએ અહિં આપવા ઉચિત ધારું છું..
પારસી સંસાર' પત્રે પિતાના અગ્રલેખમાં લખ્યું હતું:
સિંધ દેશ કે જ્યાં હિંદુ અને મુસલમાનો માટે ભાગે માંસાહારી છે, ત્યાં આવી હિંસા વધારે થાય, એ દેખીતું છે. સિંધના પાટનગર કરાચીમાં પણ આ હિસા ઓછી થતી નથી. ખાસ કરીને ભીલ, વાધરી, કેળી, ઢેડ, ભંગી વગેરે નવરાત્રિના દિવસોમાં માતાઓ સમક્ષ બકરા કુકડા અને એવા બીજા જાનવરનાં બલિદાન આપે છે. તે અટકાવવા કરાચીમાં વસતા જીવદયા પ્રેમી ગુજરાતીઓએ અત્યાર સુધીમાં છુટાછવાયા પ્રયત્નો કર્યા છે. પણું તેનું કાંઈ ખાસ જાણવાજોગ પરિણામ આવ્યું નથી.
“જોકે સ્થાનિક “સિંધ જીવદયા મંડળીની ચાલુ પ્રવૃત્તિ શું છે, તે અમે જાણતા નથી. પણ અમને જે રિપોર્ટો મળતા રહ્યા છે, તે ઉપરથી કહી શકાય કે અત્રે બિરાજતા વિદ્વાન મુનિશ્રી વિદ્યાવિજયજી મહારાજના વ્યાખ્યાનોની જૈન તેમજ જૈનેતર પ્રજા પર ઘણુજ સરસ અસર થવા પામી છે.
મહારાજશ્રીએ ગયા ગુરૂવારે રાત્રે સ્થાનિક જીવદયા મંડળના સંચાલકને પોતાની પાસે બોલાવી નવરાત્રિના દિવસેમાં જાનવરોના બળિદાન અટકે, એવી કોઈ પણ પ્રવૃત્તિ આદરવા માટે સૂચન કર્યું હતું. અને ગઈકાલે (શુક્રવારે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org