________________
૨૮૨]
મારી સિંધયાત્રા
૧–-હમેશાં પ્રાતઃકાળમાં છ વાગે ભાઈઓ અને બહેનની પ્રભાતફેરી કાઢવી અને જુદા જુદા લત્તાઓમાં ફરવું.
૨–જીવહિંસા થતી હોય એવા લતામાં તે તે જાતિના લોકોને ભેગા કરી ઉપદેશ આપ. - ૩–બની શકે તેટલા અંશે સમજાવીને તે તે લોકોને હિંસા ન કરવાના નિયમો કરાવવા. * ૪–આ સુદિ આઠમ, નામ અને દશમ-એમ ત્રણ દિવસ ચોવીસ કલાકના પહેરા ગોઠવવા અને ત્યાં કોઈપણ જીવની હિંસા ન થાય, એવી બહુ જ સભ્યતાપૂર્વકની ખબરદારી રાખવી.
૫–હિંસા કરનારી છે તે કોમેની વચમાં બેસીને વાર્તાઓ, કથાઓ અને ભજનો વિગેરે દ્વારા તેમને શુભ પ્રવૃત્તિમાં જોડી રાખવા.
૬–આ પ્રયત્નથી જે લોકે હિંસા ન કરે, તેઓને મીઠા ભાત અથવા મીઠાઇની કહાણું આપવી. - ૭–સિધી અને ગુજરાતી ભાષામાં અહિંસાના ઉપદેશનાં હેંડબીલે હેંચવાં.
૮–આટલો પ્રયત્ન કરવા છતાં પણ જે કોઈ સ્થળે હિંસા થયાનું માલૂમ પડે, તો તેની દિલગીરી દર્શાવવાને વીસ કલાકનો ઉપવાસ કરે. આ ઉપવાસ કરવા જેઓ રાજી હોય એમનાં નામે પહેલેથી નેંધવા. - તા. ૮–૧૦–૩૭ ને દિવસે એક બીજી સભા ભરવામાં આવી, જેમાં જુદી જુદી જાતની કમીટીઓ નક્કી કરવામાં આવી. કયા કયા મહેલાઓમાં કયા કયા મંદિર આગળ અને બીજા કયાં કયાં સ્થાનમાં પહેરાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org