________________
અહિંસા પ્રચાર
[ ર૭૧
આ બંગલામાં સ્થિરતા કરી. શેઠ ધાકિશન બહાળા કુટુંબવાળા અને શ્રીમંત ગૃહસ્થ છે. તેઓનું કુટુંબ નિરામિષભેજી છે, શ્રદ્ધાળુ છે, અને તેઓ શુદ્ધ ખાદીધારી રાષ્ટ્રીય ભાવનાવાળા છે. આ બંગલાની આસપાસ પણ ઘણા માંસાહારી સિંધીઓ રહે છે. ધીરે ધીરે આ કોલોનીમાં પણ ઉપદેશ આપવાને સારે પ્રસંગ મળ્યો, અને ઘણું લોકે માંસાહાર, છેડતા થયા.
અમે આ કોલોનીમાં રહેતા ત્યારે ગુજરાતનગરમાં રહેતા ખંભાતવાળા ભાઈ સુંદરલાલ પારેખ ઇજીનીયર, ભાઈ હરિલાલ ચતુર્ભુજનું કુટુંબ, શેઠ હેમરાજભાઈ, શેઠ જસરાજભાઈ, પી. ડબલ્યુ. ડી. ના વડા ઈજીનીયર શ્રીયુત હિમ્મતલાલ પરીખ, તેમજ સિંધી ગૃહસ્થ શ્રીયુત ખિયારામ વિગેરેએ ભક્તિને સારે લાભ લીધે હતે. ૪. છુટક પ્રવૃત્તિ
અહિંસાની પ્રવૃત્તિમાં ઉપરનાં મુખ્ય કાર્યો ઉપરાંત છૂટક પ્રવૃત્તિ પણ વખતે વખત થતી જ રહી છે. સિંધી ગૃહસ્થ પિતાને ત્યાં અમને લઈ જાય, પોતાનાં મિત્રો અને સગાંસંબંધીઓને ભેગાં કરે, ભજન કીર્તન થાય અને તે વખતે ઉપદેશ થાય. આથી પણ ઘણાં સિંધી ભાઇએબહેનોએ માંસાહારનો ત્યાગ કર્યો છે. આવાં જે જે કુટુંબમાં જવાનો પ્રસંગ મળ્યો, તેઓમાં ડો. ગીડવાણી અને ભાઈ એદલ ખુરાસના બે મિત્રા-મુંગા ભાઈઓ, જેમનાં નામ ચેલારામ અને સચ્ચાનંદ છે, આ બંને કુટુઓએ સારી ભક્તિ બતાવી છે અને ઘણાઓને લાભ અપાવ્યો છે.
કુદરતની કેવી લીલા છે? બે મુંગા સિંધી ભાઈઓ જન્મથી જ બહેરા અને મૂંગા છે. અને વધુ ભણ્ય પણ નથી. છતાં બન્ને ભાઈઓ કરાચીનાં બે મોટા પ્રેસમાં સારી જગ્યાઓ ભોગવે છે, સારે પગાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org