________________
વિશિષ્ટ સભાઓ
[ ર૭
આ પ્રસંગે શ્રીયુત મણિલાલ હેરાભાઈ મહેતા, ભાઈ પી. ટી. શાહ અને બીજા કેટલાક મહાનુભાવોએ પણ વિવેચન કર્યા હતાં. ઠરાવો યોગ્ય સ્થળે મોકલી આપવામાં આવ્યા હતા.
જીવદયા કેન્ફરન્સ - કરાચીમાં “આર્ય સમાજની ' અર્ધ શતાબ્દિ સન ૧૯૩૭ ના સપ્ટેમ્બર મહિનામાં ઉજવવામાં આવી હતી. દશ હજાર મનુષ્યો આ જલસામાં ભાગ લઈ રહ્યા હતા. કરાચીના “ આર્યસમાજ' તરફથી
જીવદયા કેન્ફરન્સ આ પ્રસંગેજ તા. ૧૧ સપ્ટેમ્બર ૧૯૩૯ ના દિવસે ભરવામાં આવી હતી. કરાચીના પ્રસિદ્ધ કાર્યકર્તાઓ પ્રા. તારાચંદજી ગજરા એમ. એ., પં. લેકનાથજી, સ્વામી કૃષ્ણાનંદજી, સ્વામી પૂર્ણાનંદજી, પં. કેશવદેવજી તથા શ્રીયુત નરસિંહલાલજી વિગેરે આ કેન્ફરન્સના પ્રધાન સંચાલકે હતા.
પરિષની કાર્યવાહી બપોરે સાડાત્રણ વાગે શરુ કરવામાં આવી હતી. છે. તારાચંદજીએ આ કોન્ફરન્સને હેતુ વિસ્તારથી સમજાવ્યો હતો., આ કેન્ફરન્સના પ્રમુખ તરીકેની સેવા કરવાનું કામ આ લેખકને સંપાયેલું. આ કોન્ફરન્સ સિંધમાં અહિંસાના ક્ષેત્રમાં સારી છાપ પડી હતી.
આ કેન્ફરન્સમાં ૧. હિંદવાસીઓને માંસાહાર બંધ કરવાની વિનતિ કરનારે, ૨. ઢોરોને ચરવાની જગ્યા કાયમ રાખવાની સરકારને વિનતિ કરનારે, ૩. મ્યુનિસિપાલીટી કૂતરાં અને ઉંદરને પકડાવી તેને નિર્દયતાપૂર્વક નાશ કરે છે, તેને વિરોધ અને તે પ્રથા રોકવાની સૂચના કરનાર, ૪. ગાયભેંસના ગર્ભાશયમાં લાકડું ઘાલી કુક્કાઠારા દૂધ કાઢવામાં આવે છે, અને તેની સતામણી કરવામાં આવે છે, તેનો વિરોધ કરનારો, ૫. લાહોરમાં થનારા કસાઈખાનાને કેઇપણ ઉપાયે બંધ કરવાની અપીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org