________________
૨૭૪]
મારી સિંધયાત્રા
રહ્યો છે, એની ઘણુ ઓછા લોકોને ખબર હશે. આ રિવાજની ક્રૂરતાની વાતો સાંભળતાં જ આપણને કંપારી છૂટે. નજરે તો જોયુંજ કેમ જાય. સ્વાભાવિક દૂધથી વધારે દૂધ કાઢવાના લોભી જી કેવાં કેવાં ક્રરતાનાં કાર્યો કરે છે, તેનું આ ઉદાહરણ છે. હવે આ રિવાજથી લેકે જાણીતા થતા જાય છે. કલકત્તામાં એક સંસ્થા ઉભી થઈ છે, કે જે આ રિવાજને બંધ કરાવવા માટે પૂરેપૂરી કોશિશ કરી રહી છે. ડે. રઘુવંશસહાય તે સંસ્થા તરફથી કરાચીમાં આવેલા. તે વખતે તા. ૮ ફેબ્રુઆરી ૩૮ ના દિવસે એક વિરાટ સભા “જન વ્યાખ્યાન હેલ”માં ભરવામાં આવી હતી. જન જનેતરની ઘણી મોટી સંખ્યાએ આ સભામાં હાજરી આપી હતી. આ સભામાં ડો. રઘુવંશસહાયે લંબાણથી કુકાના ઘાતકી રિવાજનું કરુણચિત્ર રજુ કર્યું હતું. તેમણે જે વિવેચન કર્યું હતું, તેને ટૂંક સાર વાચકેની જાણ માટે અહિં આપવો છે –
“ જુદા જુદા સ્થળે કુકકાને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. સિંધમાં ત્રણ નામથી એ ઓળખાય છે. આ રિવાજ છેલ્લા ૮૦ વર્ષથી પ્રચલિત થયો છે. આ અટકાવવા માટે ધારાસભામાં મુકાબીલ પેશ કરવામાં આવ્યું છે.
આ પ્રથા ઘણીજ ઘાતકી અને હલકી છે. તેનાથી ગાય અગર ભેંશને બહુ દુખ થાય છે. ગર્ભને પણ હાનિ પહોંચે છે. ઢોરના માલીકે નાનાં પાડાં કે વાછરડાં રૂ. ૧૪ ચા ૧૫ ની કીંમતે વેચી મારે છે. અને પછી ફુકાથી દૂધ મેળવે છે. આ રિવાજ બંધ નહિં થાય તો ગૌધન અને પશુધન નાશ પામશે.
સુધરેલા દેશમાં ગાયોને એક સાથે હારમાં ઉભી રાખીને પછી તેમને પીયાને સંભળાવવામાં આવે છે. ગાય એક તાન થઈ જાય છે. તે પછી તેમનાં આંચળે રબરનું મશીન લગાડવામાં આવે છે. જે દૂધનો છાંટે છાંટા આંચળમાંથી ચૂસી લે છે. અને વધુ વખત રાખવામાં આવે, તે લોહી પણ નીકળે; પણ ગાય એટલી બધી પીયાનામાં મસ્ત બને છે કે કાંઈ કહેવાની વાત નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org