________________
અહિંસા પ્રચાર
[ ૬૫
અથવા “મને માફ કરજે, મારાથી છેડાવું મુશ્કેલ છે.” એમ નહિ કહે કે
મહિનામાં દશ શેરની છૂટ આપે.” અને જેઓ ત્યાગ કરવાના નિર્ણય ઉપર આવશે, તેઓ ત્યાગજ કરશે. આ એ લોકોની ખાસ ખાસીયત છે.
સાધને.
કોઈપણ વિષયની પ્રવૃત્તિને માટે સાધન આવશ્યકીય છે. સાધનવિના સાધક સાધ્યને સાધી શકતો નથી અને તેટલા માટે જે પ્રવૃત્તિમાં જે સાધને વધારે ઉપયુક્ત માલૂમ પડે, તે પ્રવૃત્તિને માટે તે સાધનો ઉભા કરવાં એ જરૂરનું છે. સિંધી લોકોમાં અમારે માંસાહાર નિષેધને અને અહિંસાનો પ્રચાર કરવાનો હતો. આજકાલના જમાનામાં કલમ અને વચન, એ બે કેઈપણ પ્રચારનાં સાધન છે. આ બંને સાધનોનો ઉપયોગ, મેં મારા પ્રચાર કાર્યમાં કર્યો છે અને તે હવે પછીના વિવેચન ઉપરથી સમજાશે. સિંધી પુસ્તકે
સિંધી લોકોને ઉપદેશ આપવાનું હતું. સિંધી લો અને તેમાં ય સિંધી બહેને હિંદી ભાષા બહુજ ઓછી જાણે છે. વળી આમીલ હિંદુઓ તો ઘણે ભાગે અંગ્રેજી અને સિંધી સિવાય બીજી ભાષા એછી જ સમજી શકે છે. લખવા વાંચવાની તેમની “ફારસી હિંદી” છે કે જે સંબંધી પહેલાં એક પ્રકરણમાં કહેવાયું છે. ઉપદેશ તાત્કાલિક અસર કરે છે. પરંતુ સાહિત્ય-પુસ્તકે વખતો વખત જાગ્રત રાખનાર ઉપદેશક છે. એટલા માટે અમારી પ્રવૃત્તિનું એક સાધન પુસ્તકોનો પ્રચાર એ પણ રાખવામાં આવ્યું હતું. જેમ સિંધી ભાઈઓ અને બહેને હિંદી ભાષાથી અનભિજ્ઞ છે, તેમ હું સિંધી ભાષાથી અનભિજ્ઞ, એટલે સિંધી ભાષામાં પુસ્તકને પ્રચાર થાય એ જરૂરનું છતાં, હું સ્વયં તે સિંધીમાં લખી બેલી શકું નહિં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org