________________
૨૬૮]
મારી સિંધયાત્રા
પાસે સીમેન્ટની “દાલમીયા ફેકટરી માં અમે એક દિવસ મુકામ રાખ્યો હતો. ઘણું મજરે અને સિકો આ ફેકટરીમાં કામ કરે છે કે જેમાંના ઘણાખરા માંસાહારી પણ છે. દિવસે તે કોઇને ફુરસદ મળી નહિ. રાત્રે ઘણું લોકે ભેગા થયા અને તેઓને ખૂબ ઉપદેશ આપવામાં આવ્યો, જેથી કેટલાકે માંસાહારને ત્યાગ કર્યો. ફેકટરીના મેનેજર અને ફેકટરીના ઈજીનીયરે આ સભા ગોઠવવાનો પ્રબંધ કર્યો હતો. આ વખતે માંસાહારથી બલવૃદ્ધિ થાય છે કે કેમ ? વિગેરે બાબતો ઉપર ચર્ચા પણ સારી થઈ હતી.
૭. નસરપુરી પાઠશાળા :–જના કરાચીના સિંધી લોકોના મુખ્ય લતામાં નસરપુરી સિંધીઓની આ એક પાઠશાળા છે. નસરપુરી સિંધીઓનો તા. ૩ નવેમ્બર ૧૯૩૭ ના દિવસે એક મોટો જલસે થયો હતો. સિંધી સ્ત્રીઓ અને પુરુષો તેમજ બાળક અને બાળાઓનો માટે સમૂહ એકત્રિત થયો હતો. અહિં અહિસા ઉપર વ્યાખ્યાન આપવામાં આવ્યું. બે યુવકેએ ખૂબ ચર્ચા કરી. ઘણું લોકેએ આ વખતે માંસાહારનો ત્યાગ કર્યો.
સિંધી કેલોનીઓમાં
- કરાચીમાં સિધીકાની શહેરથી બહાર અનેક કેલેનીઓ છે.
આમીલ કેલેની' “શિકારપુરી કોલોની,” “અપર સિંધ કોલોની' વિગેરે. આ બધી યે કેલોનીઓ પાસે પાસે જ છે. તેની સાથે “પારસી કોલોની, “ગુજરાતનગર વિગેરે પણ છે. આ કેલોનીઓમાં સારા ધનાઢય અને શિક્ષિત સિંધી લો રહે છે. આ લોકેને ઉપદેશ આપવા માટે આ કેલેનીઓમાં રહીને પ્રચાર થાય, તે તે વધારે લાભકર્તા થાય, એમ ધારી જાણતાઓ દ્વારા કેલોનીઓમાં રહેવાની વ્યવસ્થા કરાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org