________________
૨૫૮ ]
મારી સિધયાત્રા
એક પખવાડિયા બાદ જૈનધમ ના નિયમ મુજબ ચામાસુ' પૂરૂ થાય છે, એટલે જ્યાં જ્યાં જૈન સાધુ-મુનિએ ચામાસુ` રહ્યા હશે, ત્યાંથી તેઓ વિહાર કરી જશે. આ નિયમ મુજબ સાંભળવામાં આવ્યું છે કે અત્રે બિરાજતા સુપ્રસિદ્ધ વક્તા અને વિદ્વાન જૈન મુનિશ્રી વિદ્યાવિજયજી તથા તેમની મડળી ચામાસુ' પૂરૂ થયે અત્રેથી વિહાર કરવાની તૈયારી કરી રહેલ છે. કેમકે સાધુધર્માંના નિયમ મુજબ તેમણે જ્યાં ચતુર્માંસ કર્યુ હેાય, તે સ્થાન ચતુર્થાંસ પૂરું થયે છે!ડી દેવુ જોઇએ.
“આ મુનિરાજોને કરાચીમાં આવ્યાને ચારેક મહિના થયા છે, તે દરમિયાન કરાચીની જૈન તથા જૈનેતર પ્રજાએ તેમના ઉપદેશામૃતનું પાન કરીને જે આત્મિક લાભ અને આનંદ ઉઠાવ્યા છે, તે ભૂલી શકાય તેમ નથી. આ સબંધમાં જેમણે મહારાજશ્રીના તિ અનુભવ કરેલ છે, તેએ કબૂલ કરે છે કે આ મુનિરાજો અત્રે વધુ વખત રેશકાય તેા, જૈન તેમજ જૈનેતર પ્રજાને અનેક પ્રકારના લાભ થવા સભવ છે.
“મહારાશ્રીના ધાર્મિક, નૈતિક તથા સામાજિક વિચારે સૌને પ્રિય થઈ પડયા છે, અને તેને લઇને તેએ જે કાય” હાથ ધરે છે, તેમાં તે ફતેહમદ નીવડે છે. મહારાજશ્રીને કરાચીમાં આવે જોકે હજી ચાર માસ જ થયા છે. અને આટલા ક્રૂ'ક સમયમાં અપરિચિત તથા અજાણ વ્યક્તિ પાસેથી ઘણા સારા કામની આશા ન રાખી શકાય, તે પણ આ મુનિરાજ અનેક મુશ્કેલીએ તથા અગવડતાઓ વેઠીને પણ કરાચીમાં જે ભલાં કાર્યો કરી શક્યા છે, તેમાંનાં નીચેનાં મુખ્ય છેઃ
(૧) તેમનાં ૫૦ જેટલાં સાવજનિક વ્યાખ્યાના થયાં છે, જેને જેના તથા જૈનેતરાએ લાભ ઉઠાવ્યેા છે. (૨) અનેક જિજ્ઞાસુએએ મહારાજશ્નોની મુલાકાતેા લઇને પેાતાની શંકાઓનું સમાધાન મેળવી તેમના જ્ઞાનને લાભ લીધેા છે. અને પેાતાનાં પાયે! ક્ષુલ કરી સાચા દિલને પશ્ચાત્તાપ કર્યાં છે. (૩) આ - સમાજના સમ્મેલનમાં થએલ જીવદયા પરિષદના પ્રમુખ તરીકે તેમણે સારે। પ્રભાવ પાડયા છે. (૪) સ્થાનકવાસી સધમાં અશાંતિ હતી, તે મટાડવા મહારાજશ્રીએ ઘણા પ્રયત્ન કર્યાં હતા, એટલું જ નહિ પણ સ્થાનકવાસી ભાઇઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org