________________
કરાચીમાં પ્રવૃતિ
[૨૬૧
જે જે ઘટનાઓ બને છે, તેમાં કુદરતને કંઇ ને કંઇ સંકેત હેયજ છે. આપણને–અલ્પજ્ઞોને તેની ખબર નથી હોતી એટલે અધીર બની જઇએ છીએ.
ગુરુદેવની કૃપાથી પહેલા ચતુર્માસ કરતાં પણ બીજા ચતુર્માસમાં ધાર્મિક, સામાજિક તેમજ અહિંસા પ્રચારક પ્રવૃત્તિમાં અમને ખૂબ રસ પડે અને આત્માને કંઈક સંતેષ થાય એ સારે લાભ મળે.
બીજા ચતુર્માસની પૂર્ણાહુતિ થાય અને અમે વિહાર કરીએ તે પહેલાં તે, આ શરીર બિમારીના ભયંકર ઝપાટામાં આવી ગયું. અને અમારી બધીયે પ્રવૃત્તિઓએ શાતિના સાગરમાં ડુબકી મારી લીધી. અને તેજ કારણે કરાચીમાં વધુ સ્થિરતા થવા છતાં પણ પ્રવૃત્તિને પ્રવાહ રોકાઈ ગયો. ઘણું અનિવાર્ય કારણેએ મહારાજશ્રી જયન્તવિજયજીએ અને શ્રી વિશાળવિજયજીએ મહાસુદિ ૭ મે વિહાર કર્યો. અને અમે ત્રણ સાધુ કરાચીમાં રોકાઈ રહ્યા.
બે ચતુર્માસની સ્થિતિમાં ખૂબ પ્રવૃત્તિ કરી, પણ કુદરતના કાયદા કંઈ જદાજ હોય છે. દિવસ પછી રાત ને રાત પછી દિવસ હોયજ. એમ પ્રવૃત્તિ પછી નિવૃત્તિ આવે છે તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. પોતાની મેળે-સમજીને ન લઈએ તો કુદરત તે લાવેજ. એ પ્રમાણે જે બીમારીના કારણે અમારે રોકાઈ જવું પડયું, તે બીમારી એકદમ નજ હઠી. જરાક પ્રવૃત્તિ શરુ થાય કે હદય ઉપર હુમલો થઈ આવે. પરિણામે મારે બધે યે સમય જનસમાજની સેવા કરવાના બદલે જનસમાજની સેવા લેવામાં જ પસાર કરવો પડયો છે.
આભાર
મારી અત્યાર સુધીની પ્રવૃત્તિનું આત્માને કંઇક સંતોષ થાય એવું
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org