________________
કરાચીમાં પ્રવૃત્તિ
[ ર૫૩
જે કે અમે ચાહતા હતા કે અહિંના પ્રચાર કાર્ય માટે બંધારણ પૂર્વકની એક વગવાળી કમીટી નીમાય; અને તે દ્વારા બધી વ્યવસ્થા થાય; પરંતુ પ્રયત્ન કરવા છતાં તેવું કંઇ ન થઇ શકયું. છતાં ચાલુ રહેલી વ્યાખ્યાન માળા દ્વારા જેમ જેમ બહારની જનતા સાથેનો પરિચય વધત ગયે તેમ તેમ અનાયાસ અમારી પ્રવૃત્તિનું ક્ષેત્ર વિશાળ બનતું જ ગયું. અને ધીરે ધીરે ગુરુદેવની કૃપાથી સફળતા મળતી જ ગઈ.
પત્રકારને સહકાર
અમારી પ્રવૃત્તિને બળ આપનાર જે કાઈને મેટામાં મેટે સહકાર હતો, તો તે પત્રકારોનો. કરાચીનાં સ્થાનિક પત્રો “પારસી સંસાર” સિધ સેવક” “હિતેચ્છું” અને “સિન્ધ સમાચાર તેમજ “અમનચમન’ વિગેરેએ અમારી પ્રવૃત્તિનો સમસ્ત જનતાને લાભ મળે, એટલા માટે, પિતાની કોલમો જોઈએ તેટલી ખુલ્લી રાખી હતી. રેજનાં નિયમિત વ્યાખ્યાન તે ને તે દિવસે કરાચીની જનતા વાંચી શકે, તેવી રીતને પ્રબંધ તેમણે પિતાના રીપોર્ટરે રાખી કર્યો હતે. ઉપાશ્રયથી બહાર જુદે જુદે સ્થાને થતાં વ્યાખ્યાનો પણ નિયમિત રીતે તેઓ પ્રકટ કરતા હતા. સમય : ન હોવા છતાં મારી પાસે લેખમાળા લખાવીને પણ તેઓ કરાચીની જનતાને લાભ આપતા હતા. એટલે પત્રકારોના સહકારે અમને ઘણી જ મદદ કરી છે, એ વાત ફરીથી પણ કહ્યા વિના નથી રહી શકાતું. બહાર પડ
- કરાચીનાં વર્તમાનપત્રોમાં અને ખાસ કરીને પારસી સંસાર”ના એડીટરે મારાં રોજનાં વ્યાખ્યાને અને બધી યે પ્રવૃતિને પોતાના પત્રમાં વિસ્તારપૂર્વક સ્થાન આપવાથી બહારની દુનિયામાં જે કંઈ પડશે પડે, એ કોઈથી અજાણ્યું નથી. “પારસી સંસાર” ના સબ એડીટર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org