________________
૨૫૨]
મારી સિંધયાત્રા
અત્યારનું ઉંચું શિક્ષણ લેનારા યુવકોને એમનું કર્તવ્ય સમજાવવું, હરિફાઈનાં વ્યાખ્યાને કરાવવાં, ગ્રેજ્યુએટ અને એવું ઉંચું શિક્ષણ લીધેલા વિદ્વાનોની વચમાં ચર્ચા કરવી, વસ્તૃત્વ કલાસ અને એવા ઉપયોગી ઉપાયો દ્વારા યુવકોમાં ધાર્મિક ભાવના જાગૃત કરવા સાથે સાચું યુવક માનસ પ્રકટાવવું.
અમારા ચારે ઉદેશને પહોંચી વળવા માટેની આ અમારી મુખ્ય પ્રવૃત્તિઓ હતી. અને તે બધી યે પ્રવૃત્તિઓને મુખ્ય મુખ્ય વિભાગમાં વહેંચી નાખીએ તો દયાપ્રચાર પ્રવૃત્તિ, ધાર્મિક પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ અને સાર્વજનિક પ્રવૃત્તિ-એમ ચાર વિભાગે થઈ શકે.
સહકાર
પહેલાં કહેવામાં આવ્યું છે તેમ કેઈપણ પ્રવૃત્તિમાં આવશ્યકતાઓને પહોંચી વળવા માટે દ્રવ્યની જરૂર રહે છે; અને તે તે કાર્ય કરવામાં સંઘે સમયના પ્રમાણમાં જેમ સહકાર આપ્યો તેમ કરાચીના કેટલાક વ્યક્તિગત મહાનુભાવોએ પણ સમાચિત દ્રવ્યવ્યય કરી અનેક પ્રવૃત્તિનાં કાર્યોને સારાં દીપાવ્યાં છે. એ સિવાય મુંબઈવાળા શેઠ કાન્તિલાલ બકોરદાસે જેમ સિંધી, હિંદી, મુસ્ત અને અંગ્રેજી હસ્તપત્રો વિગેરે પ્રકટ કરાવવામાં ખુલ્લા દિલથી આર્થિક સહાયતા કરી સહકાર આપે; તેમ મોમ્બાસાવાળા બે ગૃહસ્થ ભાઈ મગનલાલ જાદવજી દેસી તથા ડે. મનસુખલાલ તારાચંદે ગરીબોને રાહતના કાર્યમાં તથા બે સંસ્થાઓ સ્થાપન કરાવવામાં સારી ઉદારતા બતાવી. આમ સંઘ, સ્થાનિક કેટલાક ગૃહસ્થો, સ્વયંસેવકે, અને બહારના ઉદાર ગૃહસ્થના સહકારથી અમારી પ્રવૃત્તિ ઘણેખરે અંશે સફળ થઈ શકી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org