________________
કરાચીમાં પ્રવૃત્તિ
૨૫૧
૧ અહિંસાને પ્રચાર ૨ સર્વ ધર્મવાળાઓની પ્રેમવૃદ્ધિ ૩ જનધર્મની પ્રભાવના અર્થાત્ સામાજિક અને ધાર્મિક કાર્યો અને ૪ યુવક પ્રવૃત્તિ.
આ ચારે પ્રવૃત્તિઓને માટે જે જે પ્રસંગે જે જે સાધનો ઉપયુક્ત જયાં, તે તે સમયે તે તે સાધનોનો ઉપયોગ અમારાથી બની શકે તેટલે . અંશે કર્યો અને ગૃહસ્થો પાસે કરાવ્યું.
૧ અહિંસાના પ્રચાર માટે સિંધી તથા હિંદી પુસ્તકને પ્રચાર, જાહેર ભાષણે, માંસાહારીઓની સાથે ધર્મચર્ચા, માંસાહારીઓના લતાઓમાં જઈને ઉપદેશ આપ, જેઓ માંસાહાર છોડે, તેમની સાથે ઓળખાણ વધારી તેમની દ્વારા, બીજા લોકોમાં વધારે પ્રચાર કરે. તેમને ત્યાં ઉપદેશ આપવા જવું, એ વિગેરે હતું.
૨ સર્વધર્મની પ્રેમવૃદ્ધિને માટે જુદા જુદા ધર્મની સભાઓમાં નિમંત્રણનો લાભ લઈ જવું. વ્યાખ્યાન આપવાં, શહેરના જુદા જુદા વિદ્વાનોની મુલાકાત લેવી, સ્થાનિક અને બહારના દા જિદા વિદ્વાનનાં વ્યાખ્યાનો કરાવવાં અને વર્તમાનપત્રોમાં લેખમાળાઓ પ્રકટ કરાવવી. એ વિગેરે પ્રવૃત્તિ હતી.
૩ જન ધર્મની પ્રભાવનાને માટે દુઃખી જૈનેને રાહત અપાવવી. જુદા જુદા પ્રસંગે જયન્તીઓ ઉજવવી. સ્થાન અને સમયનો વિચાર કરી ઉત્સવો કરાવવા. મોટા મોટા અધિકારીઓની મુલાકાત લેવી. જૈનધર્મને લગતાં જુદી જુદી ભાષાનાં પુસ્તકને પ્રચાર કરવો. બની શકે તેટલે અંશે સંસ્થાઓ સ્થાપન કરાવવી, ધર્મચુસ્ત જેનેને તપસ્યા અને બીજી ક્રિયાકાંડમાં રસ લેતા કરવા. વિગેરે. - ૪ યુવકપ્રવૃત્તિના સંબંધમાં જુદી જુદી સંસ્થાઓની મુલાકાત લઈ ત્યાંના યુવકને ઉપદેશ આપવો, કલેજે હાઈસ્કૂલ અને હેસ્ટેલોમાં જઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org