________________
કરાચીમાં પ્રવૃત્તિ
Jain Education International
વિજ્ઞાની પરંપરા
હંમેશાંથી લગભગ બનતું આવ્યું છે કે શ્રેયાંત્તિ बहु विघ्नानि સારાં કાર્યોમાં અનેક વિધ્રો આવે છે. અમે શિવગ ંજથી વિહાર કર્યો ત્યારથી કંઈ ને કંઈ વિધ્રો આવતાંજ રહ્યાં હતાં. એ વિદ્યોના સામા કરીને અમે આગળ વધી રહ્યા હતા અને વિહારમાં અની શકે તે પ્રવૃત્તિ કરતાજ રહ્યા હતા. તે વાત પાછલાં પ્રકરણેામાં જોવાઇ ગઇ છે. હવે અમારે કરાચી જેવા શહેરમાં પ્રવૃત્તિ કરવાની હતી; પરન્તુ ખરેખર અમારી એ કમનસીબી કે મારી સાથેનાં અમૂલ્ય સાધનોનો ઉપયેગ જોઇએ તે રીતે હું ન કરી શકયેા. મેં મારા એક હાથ તે। હાલામાંજ મૂકયે। હતા. અને ખીજું વિઘ્ન કરાચીમાં પ્રવેશ કરવાની સાથેજ ઉપસ્થિત થયું. તે વિઘ્ન છે મુનિરાજ શ્રી જયન્તવિજયજીની ખતરનાક બિમારી. પ્રવેશના ખીજાજ દિવસે મુનિરાજશ્રી જયન્તત્ત્તવજયજી મોટી બીમારીમાં પટકાયા. હું ખૂબ નાહિમ્મત થઈ ગયેા. ગભરાયે.. કરાચીમાં જે જે કાર્યો કરવાની હું ભાવના રાખતા હતા, તે બધાં કાર્યોં મારી આંખ સામે તરવરતાં હતાં. કરાચીના જનો અને કરાચીની સમસ્ત જનતા મારી પાસેથી શી શી આશાઓ રાખતી હતી ? એવુ મને ભાન હતુ. ઘણાએએ સ્થાનિકપત્રામાં લેખે! લખીને અહિંની આવશ્યકતાઓનુ મને ભાન કરાવ્યુ હતું. ઘણા ધ શ્રદ્ધાળુ જૈનભાઇએ, અહિંના સંધમાં કઇ કઇ બાખતાની ખામી છે, તેનાં લીસ્ટ એક પછી એક આપવા લાગ્યા હતા. આ બધાં કાર્યોની જવાબદારીના પહાડ મારી સામે દેખાતા હતા. એ બધાં કાર્યોને પહેોંચી વળવાનાં સ્વપ્ન હું સેવી રહ્યો હતા. પણ સાથી-મદદગારા પૈકી એકના સ્વવાસ અને બીજાની બીમારીથી હું તે ખરેખર હતાશ થયે.. પણ આવા પ્રસંગે અમારા ગુરુદેવની અડગ ધીરતાનું દૃશ્ય જેમ મારી સામે ખડું થયું, તેમ તેમનાં વચન યાદ આવવા લાગ્યાં :—
૬ ૨૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org