________________
૨૩૮ ]
મારી સિધયાત્રા
કરાચી મ્યુનિસીપાલીટી તરફથી ૨૦૦ રૂપિયાની ગ્રાન્ટ પણ મળે છે. ખરેખર એ ખુશી થવા જેવું છે. સ`ચાલકાએ મહેનત કરી, આ લાયબ્રેરીને સારામાં સારી લાયબ્રેરી બનાવવાની જરુર છે.
જીવયાની એ સંસ્થાઓ
લગભગ પાંચેક વર્ષ ઉપર સ્થાનકવાસી સાધુજી શ્રી ફુલચંદજી મહારાજ કરાચી પધારેલા. તેમના ઉપદેશથી સિધ જીવદયા મંડળી' એ નામની સંસ્થા ઉભી થઇ. તે પછી સ્થા. સાધુજી શ્રી ઘાસીલાલજી આવેલા. તેમના ઉપદેશથી બીજી જીવયા પ્રચારક મંડળ' નામની સંસ્થા ઉભી થઇ.
સિંધ એક મહા હિંસક દેશ છે. હિંદુ કે મુસલમાન સૌ લગભગ માંસાહારી છે. આવા દેશમાં જીવદયાના પ્રચાર કરવા માટે આવી સંસ્થાએની ઘણીજ જરુર છે, એ વાત નિવિવાદ સિદ્ધ છે. ‘ સિંધ જીવદયા મંડળી 'ના ઉદ્દેશે. આ ત્રણ છેઃ ૧-સધળી જાતના ઘાતકીપણામાંથી પ્રણીઓના તેમજ પક્ષીઓના અને માછલાંઓના હિત માટે ઉપાયે યેાજવા. ૨-તંદુરસ્તી, કરકસર અને દયાના સિદ્ધાન્તાના આધારે વનસ્પતિ ખારાકના કાયદા વિષે જાહેર પ્રજામત કેળવવા અને માંસાહાર તથા દારુ નિષેધ માટે સાહિત્યપ્રચારદ્વારા જ્ઞાનપ્રચાર ચાલુ કરવા. ૭-ધાતકી ફેશનો તથા રિવાજો અધ કરવા માટે અધિકારી તથા જાહેર પ્રજાને વિનતિ કરવી.
‘જીવદયા પ્રચારક મંડળ’ના ઉદ્દેશ, કરાચી શહેરમાં કૂતરાં ઉપર ગુજારાતા ધાતકીપણાને દૂર કરાવવા માટે અને કૂતરાંઓના રક્ષણ માટે જે જે ઉપાય! હાય, તે ઉપાયેા હાથ ધરવાના છે.
બન્ને સંસ્થાએ સાનિક સસ્થાઓ જેવી છે. જૈન કે હિંદુ, પારસી કે કાઈપણુ દરેક ધર્માંના અનુયાયી તેના મેમ્બર છે. છતાં જત
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org