________________
જૈન સંસ્થાએ
૨૩૯
સાધુઓના ઉપદેશથી સ્થાપન થએલ અને જૈન ગૃહસ્થના સંચાલક પણ નીચે ચાલતી હોવાથી મેં એને જન સંસ્થાઓમાં સ્થાન આપ્યું છે. અને ખરી રીતે સાર્વજનિક સંસ્થા જેવું તત્ત્વ તેમાં દેખાય છે પણ ઓછું.
જીવદયાના પ્રચારને માટે તે સિંધ એક ઘણુંજ વિશાળ ક્ષેત્ર છે. બે ચાર ઉપદેશક રાખી સિંધનાં શહેરો અને ગામડાંઓમાં ફેરવવા જોઇએ. મેજીક લેન્ટર્ન દ્વારા, હેન્ડબીલો દ્વારા, વર્તમાનપત્રોમાં લેખો દ્વારા તેમજ સ્કુલોમાં હરિફાઈનાં વ્યાખ્યાનો કે નિબંધની યોજના દ્વારા લોકોમાં અહિંસાને સંદેશ પહોંચાડવો જોઈએ. આવા દેશમાં તો આવી સંસ્થાઓ આશીર્વાદરૂપ બની શકે. સિંધ જીવદયા મંડળી'એ જુદી જુદી ભાષામાં હેન્ડબીલો છપાવી રાખ્યાં છે. મુંબઈની જીવદયા મંડળી’ પાસેથી જોઈતું સાહિત્ય મેળવી લે છે, અને પાતાથી બને છે તે પ્રમાણેનો પ્રચાર કરે છે. ચિત્રકૂટના મહત્ત્વની દવા આસ-કાતિક-ચત્ર-વૈશાખમાં ક્ષયના, દમના અને શ્વાસના રોગીઓને આપે છે. મારા આત્મીયબંધુ મુનિરાજશ્રી જયન્તવિજયજી કચ્છ તરફ પધાર્યા, તે વખતે મંડળીના બે ચાર સભ્યો અમુક અમુક ગામમાં જઈ પહોંચ્યા હતા અને ઠઠ્ઠા, સુજાલપુર અને બદીન એવાં ત્રણ ચાર ગામમાં શાખાઓ મુનિરાજશ્રી જયન્તવિજયજીના ઉપદેશથી ખોલવામાં આવી છે. પરંતુ એ શાખાઓ ખોલવાની સફળતા ત્યારે જ થશે કે તેની પાછળ પ્રેરણાને ધોધ વહેરાવવામાં આવશે. આ સંસ્થા તો ત્યારે જ સફળ થઈ શકે કે મુંબઈની “જીવદયા મંડળી ની માફક કેાઈ શેઠ લલુભાઈ જેવા મહાનુભાવ સંસ્થાને આત્મા બને અને ભાઈ માકર જેવા જબરદસ્ત કામ કરનાર મળે.
- હમણાં મુંબઈ અને બીજા કેટલાંક શહેરમાં “દારૂના બહિષ્કાર'ની ચળવળ ચાલી રહી છે. ગવનમેંટ પોતે આ ચળવળમાં ભાગ લે છે. સિંધ જીવદયા મંડળી” પોતાના બીજા ઉદ્દેશ પ્રમાણે દારૂ નિષેધનું કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org