________________
૨૪ર ]
મારી સિંધયાત્રા
બીજા ઘરે હરવાફરવામાં ગાળે છે. પાસે સાધન ન હોવાના કારણે લોકોની આગળ હાથ ધરવામાં પણ સંકોચાતી નથી. કારણ કે પેટ તો ભરવું જોઈએ. આ સિવાયની સુખી બહેનો પણ મોટે ભાગે ઘરના કામકાજથી પરવાર્યા પછી ફાલતુ સમય ગપ્પાસપામાં અને કુથલીઓમાં ગાળે છે. આવી બહેનોને માટે હુન્નરશાળા એક આશીર્વાદ રૂપ કાર્ય કહી શકાય. સીવવાનું, ભરવાનું, ગૂંથવાનું કાર્ય શીખેલી બહેને, પોતાના ઘરના કામકાજનું ખર્ચ બચાવવા સાથે, ધારે તે બે પૈસા બચાવી પણ શકે અને પોતાના ગુજરાનમાં સહાયક નિવડી શકે. સમય સારો જાય, નિંદાકુથલીઓથી બચી જવાય અને કોઈને કંઈ જાતની ટીકા કરવાનું પણ કારણ ન રહે. આ ઉદ્દેશથી ગયા વર્ષના વૈશાખ સુદ ત્રીજ તા. ૩ જી મે ૧૯૩૮ના દિવસે હાલાઈ મહાજનવાડીમાં શેઠ ખીમચંદ જે. પાનાચંદના હાથે એક સારા મેળાવડા પૂર્વક આ સંસ્થા ખોલવામાં આવી હતી. આ સંસ્થા “ સહાયકમંડળના આશ્રય નીચે ચાલી રહી છે. સહાયક મંડળે આના ખર્ચ માટે પંદરસે રૂપિયાની મદદ મંજુર કરેલી અને તે ઉપરાત મેમ્બાસાવાળા ભાઈ મગનલાલ જાદવજી દેસીએ ૩૦૦ રૂપિયા મોકલાવ્યા હતા. આમ આ સંસ્થાનું કામ ચાલી રહ્યું છે.
રાચીમાં પારસી, લેવા અને બીજી બીજી કોમોમાં આવી સારી સારી સંસ્થાઓ ચાલી રહી છે. જનસંઘને માટે પણ જ્યારે આ સંસ્થા સ્થાપન થઈ છે, તે પછી તેને સારા પાયા ઉપર મૂકવી એ જરુરનું છે, બીજી કેટલીક સંસ્થાઓ
ઉપરની સંસ્થાઓ ઉપરાંત “ દશાશ્રીમાળી હાલાઈ મહાજન અને ઝાલાવાડી જન વણિક મહાજન' આ બે સામાજિક સંસ્થાઓ છે. આ સંસ્થાઓનું ખાસ કાંઇ કામ નથી. પિતતાની વાડીઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org