________________
મુર્તિપૂજક સંઘ
[૨૩૩
-
ભાગને અવશ્ય છે. એ જ કારણ છે કે જ્યારે જ્યારે જે જે કંઈ પ્રસંગે ઉપસ્થિત થયા અને તેમને ઉપદેશ આપવામાં આવ્યો, ત્યારે ત્યારે તેમણે તે તે કાર્યોમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે પિતાના તન-મન-ધનને ઉપયોગ કર્યો છે. સ્વ. શ્રી હિમાંશુવિજયજીના સ્મારકમાં, ગુરુદેવની જયન્તીઓમાં, દીક્ષા ઉત્સવમાં અને પર્યુષણ આદિ ધાર્મિક તહેવારમાં નાનાથી મેટા દરેકે પોતાની શ્રદ્ધા અને ભક્તિનો પરિચય કરાવ્યો છે.
પહેલાં કહેવામાં આવ્યું છે તેમ અહિં કઈ પણ કાર્ય ટીપ વિને કઈ પણ એક ગૃહસ્થ તરફથી થતું નહોતું અને કેટલાક ભયના કારણે દિલમાં બે પૈસા ખર્ચવાની ઇચ્છા હોવા છતાં ખર્ચતા નહોતા, એ પરિપાટી પણ અમારી સ્થિતિ દરમિયાન ધીરેધીરે તૂટી છે, એટલે કે અમારા સમયમાં કેટલાક ઉદાર મહાનુભાવોએ અને ચતુરમિએ પોતાના તરફથી સ્વતંત્ર કાર્યો ઉદારતા પૂર્વક કર્યા છે, અને શાસનની શોભા વધારી છે, અને હજ પણ કરે જાય છે, કે જેનો વિશેષ ઉલ્લેખ “કરાચીમાં થએલી પ્રવૃત્તિ'નાં પ્રકરણમાં આગળ જેવાશે.
આ ઉપરથી એમ માનવાને કારણું મળે છે કે આવા મોટા સમુદાયમાં એવા કેટલાક ભાવનાશીલ અને ઉદાર મહાનુભાવે છે કે જેઓ સમાચિત ધાર્મિક કાર્યો યથાશકિત કરવામાં પાછી પાની કરે તેવા નથી. માત્ર ખામી હતી ગુરુઓના ઉપદેશની. સંસ્કારી આત્માઓ જેમ જેમ ઉપદેશ મળતો જાય, વસ્તુસ્થિતિ સમજતા જાય, તેમ તેમ જરુર ધર્મ તરફ વળી શકે છે.
ઉપર કહેવામાં આવ્યું તેમ, અહિંના સંધમાં પ્રશંસનીય શ્રદ્ધા અને ભક્તિ ભરેલાં હોવા છતાં પણ, કોઈ કોઈ વાર ગૃહસ્થાચિત વ્યવહારમાં એવી ઉણપ દેખાઈ આવે છે કે જેના લીધે સંધની શોભામાં કિન્તુ' કહેવડાવવા જેવા પ્રસંગો બની જાય, પરંતુ એનું કારણ “નવા નિશાળીયા હોવાનું ગણી શકાય, એટલે જેમ જેમ સાધુઓને પરિચય થતો જશે, તેમ તેમ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org