________________
૨૩૪]
મારી સિંધયાત્રા
શ્રદ્ધા અને ભકિતની સાથે વિવેવૃત્તિ વધારે વિકસિત થતી જશે, અને વિવેકવૃત્તિનો વધારે વિકાસ થતાં “મહાપુણ્યપ્રકૃતિથી આ બધી સામગ્રી મળી છે, તેને સાર્થક કરવી જોઈએ ' એવું નહિં સમજનારા મહાનુભાવો પણ વધારે સમજતા થશે. અને એ સમજણ તેમને તેમની પાસે ધર્મની ઉન્નતિ તેમજ જાતિભાઈઓના હિતનાં કાર્યો કરાવશે. પરિણામે જે કંઇ ઉણપ હશે તે દૂર થશે. કરાચીને સમસ્ત સંઘ, અત્યારે છે, તેના કરતાં પણ વધારે સારે “આદર્શ સંઘ” બનશે, એવી મારી સંપૂર્ણ ખાતરી છે.
છેવટે–આખા ય સંઘની સાચા દિલની શ્રદ્ધા અને ભકિત માટે અંતઃકરણના આશીર્વાદ સાથે અહિંના સંધની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય, એવી ગુરુદેવ પ્રત્યે પ્રાર્થના કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org