________________
વિશિષ્ટ વ્યકિતઓ
'
[ ૧૮૯
પૂર્વક તન, મન, ધનથી જે સેવા કરી રહ્યાં છે, એ ગમે તેવા ભક્તોને પણ મુગ્ધ કર્યા વિના નથી રહેતી. કેટલી ઊંચી ખાનદાની !
એમ. બી. દલાલ
કરાચીની તમામ નાની મોટી ઓફીસો, પેઢીઓ અને બેંકોમાં કરાચીના આ શિક્ષાપ્રેમી ભાઈને ત્યાં શિક્ષણ મેળવેલા યુવકોમાં કોઈને કોઈ જરુર મળવાને. ગુજરાતી, સિંધી, પંજાબી, મરાઠી તમામ કામના યુવકે તેમને ત્યાંની કોલેજમાં કેળવાયેલા છે. એ જ કારણ છે કે આ આખી પચરંગી પ્રજામાં આ ભાઈનું નામ માનસહ ઉચ્ચારાય છે.
નવી નવી સંસ્થાઓ સ્થાપવામાં તેઓ આખા કરાચીમાં અજોડ છે. ગુજરાતી કોઓપરેટીવ બેંક અને સિંધ ન્યૂસપેપર્સ લી. ના તેઓ
જક છે. “શારદા મંદિર ને શરૂઆતમાં પાણું પાઈ ઉછેરનાર, પ્રથમથી જ પિતાની કોલેજનું મકાન મફત વાપરવા આપી અપનાવનાર તેઓ છે. કરાચીની “મીશન સ્કૂલમાં ઉઠેલા ઝગડાને અંગે હિંદુ બાળકે અને શિક્ષકે રડી પડતાં, તેમને માટે તદ્દન નવીન “યુનીયન હાઈસ્કૂલ ” પિતે જાતે તેનું ખર્ચ વગેરેનું જોખમ ઉઠાવી સ્થાપી. કામ ચલાઉ પિતાની કોલેજમાં તેને શરુ કરી દઈ પાછળથી દા જુદા મકાનોમાં તેને લઈ જવામાં આવી. આ સંસ્થા સ્થાપી, એટલું જ નહિ પણ તેમાં પ્રિન્સીપલ તરીકે રહી આ “હાઈસ્કૂલ” ને આગળ ધપાવી, આ સ્કૂલ આજે કરાચીમાં અગત્યનું સ્થાન ભોગવે છે. આ શાળા, એજ આજે શેઠ હરિભાઈ પ્રાગજી કારીઆ સ્કૂલના નામે પ્રસિદ્ધ છે.
- તેઓ અંગ્રેજી કેળવણીથી વિભૂષિત થએલા છે; છતાં બીજાઓની જેમ તેના પ્રવાહમાં તણાયેલા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org