________________
૧૮૮ ]
મારી સિધિયાત્રા
સંસારમાં દાનવીર યે ઘણું છે, ને વક્તાઓ યે ઘણું છે. અને સૌ કોઈ છે, પણ અભાવ છે સાચ્ચા નિખાલસ હદયવાળાને, અભાવ છે નિ:સ્વાર્થ પૂર્વક બીજાની સેવા કરનારાઓને. ભાઈ ખરાસમાં મેં આ ગુણે જોયા છે, પ્રત્યક્ષ જોયા છે, અનુભવ્યા છે, અને તેથી “બહુરત્ના વસુંધરા ' કહેવાય છે, તે ખોટું નથી, એની ખાતરી થાય છે.
પારસી હોવા છતાં, લગભગ દશ વર્ષથી તેમને જીવનપલટ થશે છે. માંસ-મચ્છી-ઈડા અને દારૂ બધું યે છેડયું છે. અમારા પરિચયમાં આવ્યા પછી તેમનાં પત્ની અને તેમનાં બહેન પણ તે આહારથી મુકત થયાં છે. આજે આખું યે કુટુંબ બિલકુલ સાદાઈ અને નિર્દોષ આહાર પાણથી પિતાની જીવનયાત્રા ચલાવી રહ્યાં છે જ્યાં લગભગ આખી યે સમાજ માંસાહારી હેય, એની વચમાં નિર્દોષ ખાન-પાનથી રહેવામાં આ કુટુંબને કેટલી અડચણે આવતી હશે, એ સમજી શકાય તેમ છે. પરતુ, ખરાસ સમજે છે, ને માને છે કે “સંસારમાં કઈ પણ વસ્તુ અશક્ય નથી. પ્રયત્ન કરતાં કરતાં સે પ્રાપ્ત થઈ શકે છે, આત્મ વિશ્વાસ જોઈએ.'
ભાઈ ખરાસ અને તેમનાં પત્ની પીલુબહેન એક આદર્શ ગૃહસ્થ જીવન જીવી રહ્યાં છે. પોતાના ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધાળુ છે અને ગુણનાં પૂજારી છે. જ્યાં જ્યાં ગુણ દેખે છે ત્યાં મૂકે છે. “ઉપદેશ જીવનમાં ઉતારવા માટે હેય છે, ખાલી સાંભળવા માટે નથી હતો? એ એમને સિધાંત છે. કોઈપણ દુઃખી જીવને જે પિતાથી બની શકતી સહાયતા કરવા તેઓ તૈયાર રહે છે. તેમની ઉંચી ભાવના અને પવિત્ર જીવનની અસર તેમનાં બહેન બચુબહેન અને તેમનાં બાળકે ઉપર પણ પડી રહી છે. જ્યારથી અમારે પરિચય થયો છે, ત્યારથી ભાઈ ખરાસ અને તેમનાં પત્ની બહેન પીલુબહેન અમારી–સાધુઓની નિસ્વાર્થતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org