________________
૧૯૮]
મારી સિંધયાત્રા
પાષાણુની મૂર્તિઓ લાવીને વિરાજમાન કરી. તે પછી કંઇક વસ્તી વધતાં એટલે સં. ૧૯૪૫માં રણછોડલાઈનમાં જમીન લઈને મંદિરને પાયો નાખે. મંદિરનું કામ પૂરું થયા પછી પણ કેટલાંક કારણેથી સાત-આઠ વર્ષ સુધી પ્રતિષ્ઠા ન થઈ શકી. તે વખતે તેને વહિવટ શેઠ આસ્કરણ ખેંગાર અને ગુજરાતી પેઢીઓ દ્વારા થતો હતો. વિ.સં. ૧૯૫૮માં તે મૂર્તિએને સેજર બજારમાંથી નવા મંદિરમાં લાવી પણ દાખલ રાખી અને સં. ૧૯૬૧ના મહા સુદિ ૫ ના દિવસે આ નવા મંદિરમાં ચાર મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિષ્ઠાના ખર્ચમાં શેઠ કાળા ગલા, ભગવાનદાસજી નવલમલજી, ખેતાવાળા ને શેઠ કાનજી પોપટને મુખ્ય હિસ્સો હતો. મંદિરની બાજુમાં જ એક ન્હાને ઉપાશ્રય પણ આ વખતે કરવામાં આવ્યો. આનું સંપૂર્ણ કામ ખેલાવાળા શેઠ વસ્તાભાઇ પંચાણે સંભાળ્યું હતું.
આ વખતે કરાચીમાં મૂર્તિપૂજક જૈનેનાં લગભગ બસો માણસો હતાં. મંદિરની પ્રતિષ્ઠા એવી કોઈ સારી ઘડીમાં થઈ છે કે તે પછી જનની વસ્તી દિવસે દિવસે વધતી જ રહી, પસે ટકે પણ સુખી થતા ગયા અને સંગઠન પણ થતું ગયું.
મંદિરની શરૂઆતથી જ શેઠ વસ્તાભાઈ પંચાણુની આગેવાની નીચે સંઘનો વહિવટ ચાલતો હતો. સંઘના આ વહિવટમાં શેઠ કાળા ગલા અને મારવાડી ગૃહસ્થ ભગવાનદાસ પણ સાથે હતા.
સંગઠન
તે વખતે મૂર્તિ પૂજક સંઘમાં ગુજરાતી, કચ્છી, મારવાડી-આ ત્રણને સમાવેશ થત; એટલે કે સ્વામી–વાત્સલ્ય આદિ સંઘના જમણમાં આ ત્રણ સાથે જમતા; જ્યારે ઝાલાવાડી અને હાલાઈ ભાઈઓ, કે જેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org