________________
૨૦૪]
મારી સિધયાત્રા
અમારી નજર હામે તરી આવે છે. અને તે છે કાઈ પ્રભાવશાળી નેતાની. મંદિરમાગી અને સ્થાનકવાસી બને કામમાં એવો કોઈ બુઝર્ગ પ્રભાવશાળી નેતા નથી દેખાતે કે જ્યારે જ્યારે કોઈ આંટીઘૂંટીને પ્રશ્ન ઉભો થાય, જ્યારે જ્યારે કંઇક ધાર્મિક કે સામાજિક મતભેદનું કાર્ય આવી પડે, ત્યારે ત્યારે તે વચમાં આવી ગ્ય માર્ગ કાઢી શકે, જે આવો કે પ્રભાવશાળી નેતા હતા તે સ્થાનકવાસી ભાઈઓમાં જે નજીવા કારણે કુસંપ પેઠે છે, તે કદિ રહેત નહિં. અથવા કરાચી જેવા શહેરમાં અનેક લક્ષાધિપતિ હોવા છતાં અત્યારના સમય પ્રમાણેનાં સમાજોપયોગી જે જે સાધનોની ખામીઓ ઉપર બતાવવામાં આવી છે, તેમાંની કઇ કઇ ખામીની પૂતિ તે અત્યાર સુધીમાં કયારની યે થઈ ગઈ હત. મારી અહ૫ મતિ પ્રમાણે જે કે એવા એક બે પ્રભાવશાળી પુરુષ છે–જોવાય છે, કે તેઓ શહેરની બીજી જનતામાં પણ સારો પ્રભાવ નાખે છે, પરંતુ તેઓ કાં તો ઘણે ભાગે બહાર રહે છે અથવા કંઇપણ કારણે તેઓ જનસમાજમાં પોતાની પ્રભાવક્તાને ઉપયોગ ઓછો કરે છે.
બેશક. બને સંઘના વહિવટે આજકાલની પદ્ધતિ પ્રમાણે કમીટીએના બંધારણથી ચાલે છે; પરન્તુ કમીટી એટલે કમિટિ, અને તેમાં પણ વાણિયાશાહી કમીટી. કમીટીઓનાં બંધારણ હોવા છતાં ગૂંચવાએલું કેકડું ઉકેલનાર અથવા કિચ્ચડમાં ખેંચી ગએલું ગાડું બહાર કાઢનાર કે પ્રભાવશાળી પુરુષ તો જ જોઈએ. જના સમયમાં જદાં જુદાં ગામમાં સંઘની જે વ્યવસ્થાઓ ચાલતી હતી, તેમાં આ વસ્તુની પ્રધાનતા હતી, પરંતુ આજના સ્વછંદતાના જમાનામાં આ નેતાપ્રભાવશાળી પુરુષ હેઈને યે કરે શું? આજે કણ નું માનવા તૈયાર છે? એ પણ એક વસ્તુ તો છે જ. આ બધું યે છતાં કરાચીના સમસ્ત જનસમાજનું કાર્ય અને ફિરકાના જનનું કાર્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ઠીક ઠીક ચાલી રહ્યું છે, એમ કહી શકાય અને જયારે જ્યારે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org