________________
સ્થાનકવાસી સંઘ
[૨૧૧
T
-
તો છેલ્લાં પાંચેક વર્ષથી થયું છે, પરંતુ એમના ઉપાશ્રયમાં રોજ નિયમિત શ્રીયુત નારણભાઈ પ્રવચન કરે છે. અનેક ભાઈઓબહેને આ પ્રવચનને લાભ લે છે. પ્રવચનની સાથે સાંભળવા આવનારા ભાઈઓબહેને સામાયિક પણ કરે છે. જો કે ભાઇઓ કરતાં બહેને વધારે લાભ લે છે, પણ તે તો સ્વાભાવિક છે. સાધુઓની ઉપસ્થિતિ હોય, ત્યારે સાધુ વ્યાખ્યાન કરે અને સાધુના અભાવમાં શ્રી નારણભાઈ ભાષાના ગ્રંથ નિયમિત રીતે વાંચી સંભળાવે છે. આ નિમિત્તે સામાયિકને લાભ ઉઠાવનારાઓની સંખ્યા પણ સારી થાય છે.
સાધુવિહારને યશ
એક પ્રકરણમાં મેં બતાવ્યું તેમ, સાધુઓને સિંધમાં લાવવાનો પ્રયતન કરાચીન મૂર્તિપૂજક સંઘ લગભગ પચ્ચીસ વર્ષથી કરતો હતો. ઘણે ઘણે પ્રયત્ન કરવા છતાં તે યોગ જલદી ને ખાધો તે ને જ ખાધો. તે દરમિયાનમાં સ્થાનકવાસી સંઘ જાયે. તેમાં ખાસ કરીને ડે. ન્યાલચંદ રામજી દેસીએ આ બીડું ઝડપ્યું, અને સં. ૧૯૯૦માં પંજાબથી વિહાર કરાવી શ્રીમાન ફુલચંદજી નામના સ્થાનકવાસી સાધુને કરાચીમાં લાવ્યા. તેઓ એક ચતુર્માસ કરીને વિહાર કરી ગયા, પછી પ્રસિદ્ધ સ્થાનકવાસી આચાર્ય શ્રી જવાહરલાલજીના શિષ્ય શ્રીમાન ઘાસીલાલજી બીજા આઠ ઠાણાઓ સાથે આવ્યા અને બે ચોમાસાં કર્યો. આમ પાદવિહારી સાધુએને સિંધમાં લાવવાનો યશ સ્થાનકવાસી છે અને તેમાં ખાસ કરીને 3. ખ્યાલચંદ રામજી દેસીએ લીધો છે. ભક્તિ અને પ્રેમ
પિતપોતાના સંપ્રદાયની માન્યતાઓ પ્રમાણે ક્રિયાકાંડ કરી ગુણાનુરાગતાથી રહેવું, એ પ્રત્યેક જૈનનું કર્તવ્ય છે. ક્રિયાકાંડ એ સાધન છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org