________________
રર૦ ]
મારી સિધિયાત્રા
બતાવવામાં જે સક્રિય ભાગ લીધો છે, એ તો ઘણોજ કહેવાય. તેમનાં વયોવૃદ્ધા ધર્મપત્ની માણેકબહેન ભાગ્યે જ કોઈ દિવસ હશે કે વ્યાખ્યાનમાં તે શું, બપોરે પણ સાધુઓને વંદન અને જ્ઞાનચર્ચા માટે મહિલા સમાજની બીજી કાર્યકર્તા બહેનોને કે પિતાની દીકરીઓને લઈને નહિ આવ્યાં હેય ! એટલું જ નહિં પરતુ, અમે મંદિરમાગી સાધુ અને મંદિરમાગીના ઉપાશ્રયમાં ઉતરેલા હોવા છતાં, વંદન કરવા આવનારા અતિથિઓને દિવસના દિવસે અને કોઈ કાઈને તો મહિનાઓ સુધી પિતાને ત્યાં રાખીને તેમણે સ્વામિભાઈઓની ભક્તિને પણ અપૂર્વ લાભ લીધો છે.
આવી જ રીતે શેઠ ભગવાનલાલ રણછોડદાસના આખા કુટુંબે પણ ઘણું ભક્તિ બતાવી છે; તેમાં તેમનાં માતુશ્રી મણિબા, એ તો ખરેખર
બા” જ છે. એમની શ્રદ્ધાળુતા, એમની ભકિત, એમની મીઠી વાણું, એમનું શુદ્ધ હદય કોઈના ઉપર પણ અસર કર્યા વગર નથી રહેતું. “બા ' શેઠ ભગવાનલાલનાં હોવા છતાં તેઓ આખી કેમનાં જાણે “બા” છે.
ઉપરની બાબતે ઉપરથી એ સમજવું બિલકુલ સહેલું છે કે કરાચીન સ્થાનકવાસી સંઘ કેટલો ભકિતવાળો અને પ્રેમવાળે છે.
વહિવટ
સ્થાનકવાસી સંઘને વહિવટ બંધારણ પૂર્વકની મેનેજીંગ કમીટી અને જનરલ કમીટી દ્વારા ચાલે છે. લવાજમની આવક અને બીજી પ્રસંગચિત મદદથી એમની સંસ્થાઓ ચલાવવામાં આવે છે. સંઘમાં શ્રીમતે સારા છે. એટલે આવક સારી થાય, એ સ્વાભાવિક છે. અત્યારે જે કમીટી છે, એના પ્રમુખ શેઠ છગનલાલ લાલચંદ હતા. તેમને સ્વર્ગવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org