________________
૨૧૨].
મારી સિંધયાત્રા
સાધ્ય નથી. ક્રિયાકાંડને મહત્વ આપી પરસ્પર કલેશે કરવા, એ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વથી સાધ્યને પહોંચી શકાતું નથી, બલ્ક પિતાનું લક્ષ્ય જોખમાય છે. કરાચીના સ્થાનકવાસી સંઘને મોટો ભાગ આ સાંપ્રદાયિકતાના ઝેરથી દૂર રહેલો દેખાય છે, એ ખુશી થવા જેવું છે. આમ કહેવામાં જે જે કારણે અમને મળ્યાં છે, તે આ છે.
ઘરાનારામાં સ્થાનકવાસી સંઘના ત્રણ આગેવાનો આવેલા; ખીમચંદ શાહ, શ્રીયુત ત્રિભોવનદાસ અને ભાઈ સોમચંદ. એમણે અમે સગી ” સાધુ હોવા છતાં, અમારા પ્રત્યે જે ભક્તિભાવ અને પ્રેમ બતાવ્ય, એ ઉપરથી અમને લાગ્યું કે કરાચીના સ્થાનકવાસી ભાઈઓ સામ્પ્રદાયિક દુરાગ્રહવાળા નથી દેખાતા. આજ ભાવનાથી સ્થાનકવાસી સંધમાં જે કુસંપ હેવાનું અમે સાંભળ્યું હતું અને કોર્ટમાં જવાની તૈયારીઓ થઈ રહી છે,” એવું પેપરમાં વાંચી મારે હકક કદાચ નહિ હોવા છતાં, મેં તેમને ઉપદેશ અને કમમાં કામ અમે કરાચી પહોંચીએ, ત્યાંસુધી કેર્ટના દરવાજે નહિ જવાનું સૂચન કર્યું હતું. અને મારી તે સૂચના તેઓએ માન્ય પણ રાખી હતી. તે પછી તો જેમ જેમ અમે કરાચી તરફ આગળ વધેલા, તેમ તેમ સ્થાનકવાસી ભાઇઓના પ્રેમ અને ભક્તિને ખૂબ ખૂબ પરિચય થતો ગયો.
હાલામાં અને હૈદ્રાબાદમાં જે સેંકડે ભાઈઓ બહેને કરાચીથી આવેલાં, તેમાં ઘણો ભાગ સ્થાનકવાસી ભાઈઓ અને બહેનોનો પણ હતા. ડો. ન્યાલચંદ દેસી સ્થાનકવાસી છતાં કેટલાયે દિવસ સુધી-છેવટ સુધી હાલામાં રહીને સ્વ. શ્રી હિમાંશુવિજ્યજીની અપૂર્વ સેવા કરી હતી. વિહારમાં જે જે સ્વયંસેવકોની ટુકડીઓ આવતી હતી, તેમાં પણ
સ્થાનકવાસી ભાઈઓ આવતા અને ભક્તિનો લાભ ઉઠાવતા. કરાચી પહોચ્યા પછી તે વ્યાખ્યાનમાં શું કે બીજી પ્રવૃત્તિઓમાં શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org