________________
રથાનકવાસી સંઘ
[ ૨૧૭
ઉતારતી અવની પર જુગ જુગનાં
અંધારાં ભેદવા જાતિસમાં યોગીરાજ બુદ્ધ શકરાચાર્ય,
અને ભગવાન મહાવીરને. માતા, આજે એ વીરે ગયા છે,
એનાં તપ ને તાજ ભૂલાયાં છે.
મહાવીર દેહી હતા તે સમયે જગત ઉન્નતિના શિખરે વીરાજતું હતું, અહિંસાને વિજ ચારે દિશા ફરકતા હતા; વાતાવરણ નિર્ભય હતું, પ્રાણીમાત્ર સુખી હતાં. મા! ઉદય પછી અસ્ત જ હેય ને !
સૂર્ય ધીમે ધીમે નીચે ઉતરતો ગયો, સંધ્યા આવી ને રહી, પ્રકૃતિએ જગત પર કાળી ચાદર પાથરી, જગત કમહીન બનીને ઘોર નિદ્રામાં સૂતું.
મહાવીરના ભક્તોમાં શિથિલતા આવી. મહાવીરને માર્ગ તેમને કપરો લાગ્યા. સુખનાં સાધનો શેાધાયાં. ત્યાગ ઓસરત ચાલ્યો. જગ કલ્યાણની ભાવના ઝાંખી થઈ.
વીરના સંદેશ ને આદેશ વિસરાચાં. રિપુ પર વિજય મેળવવાનાં દિવ્ય શસ્ત્ર પર કાટ ચડવા લાગ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org