________________
૨૧૦ ]
મારી સિંધયાત્રા
સંસ્થાઓ.
આ સ્થાનકવાસી સંધમાં ઉપાશ્રય, કન્યાશાળા, પાઠશાળા અને લાયબ્રેરી છે. તેનો વહિવટ સંઘની મેનેજીંગ કમીટી કરે છે. ખાસ કરીને પાઠશાળા, કન્યાશાળા ને લાયબ્રેરીની સંપૂર્ણ દેખરેખ ભાઈ ખીમચંદ વોરા, કે જેઓ સંઘની મેનેજીંગ કમીટીના પણ સેક્રેટરી છે, તેઓ કરે છે. ભાઈ ખીમચંદ વોરા શિક્ષાના અને તેમાં કે ધાર્મિક શિક્ષોના બહુ જ પ્રેમી અને ઉત્સાહી હોવાથી આ સંસ્થાને ઘણું જ સારી રીતે ચલાવી રહ્યા છે. વખતે વખત બાળક અને બાળિકાઓને અભ્યાસમાં ઉત્સાહ વધે એવા ઉપાયો કરતા જાય છે. અને કેવળ ગોખણપટ્ટીથી નહિ પરંતુ સમજપૂર્વક જૈનધર્મનું જ્ઞાન એ બાળક અને બાલિકાઓને થાય, એવો પ્રયત્ન કરે છે. પોતે સંગીતના શેખી હાઈ, સંગીત અને એવું શિક્ષણ પણ બાળકબાળિકાએને આપી અપાવી એમની ઉત્સાહકૃદ્ધિ કરે છે. વખતો વખત જલસાઓ ગોઠવે છે, અને બાળક-બાલિકાઓને સારાં ઇનામ અપાવવાની પણ ગોઠવણ કરે છે. અમારી સ્થિતિ દરમિયાન આવા અનેક જલસાઓ તેમણે ગોઠવ્યા હતા. ધાર્મિક પ્રવૃત્તિ
અહિંના સ્થાનકવાસી સંધની એક પ્રવૃતિ ખાસ કરીને નેંધવા જેવી છે. સમાજમાં ધર્મના સંસ્કારે કાયમ રાખવાને માટે અને જ્ઞાનની વૃદ્ધિને માટે કંઈ ને કંઈ ધાર્મિક પ્રવૃત્તિ ચાલુ રાખવી, એ દરેક સમાજને માટે જરૂરી છે. દિગમ્બરમાં સ્વાધ્યાયની પ્રવૃત્તિ એમના દરેક મંદિરની સાથે ચાલુ હોય છે. ગામનો કઈ સારે જાણકાર ધર્મસ્થાનકમાં બેસી હંમેશાં પ્રવચન કરે અને દર્શન કરવા આવનારા ત્યાં બેસીને ડું થોડું પણ શાસ્ત્ર શ્રવણ કરે. અહિંના સ્થાનકવાસી સંઘે પણ આ પ્રવૃત્તિ રાખી છે, એ ખરેખર ખુશી થવા જેવું છે. જો કે કરાચીમાં સાધુઓનું આગમન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org