________________
૨૦૮]
મારી સિંધયાત્રા
એક વાત વધારે ખુશી થવા જેવી છે. કરાચી, એ શહેર છે. સિંધી અને પારસી કેમની કાણી વસ્તી છે. તે કામની બહેનમાં ફેશન ઘણી જ આગળ વધી ગએલી છે. આવા શહેરમાં ને આવી વસ્તીની વચમાં રહેવા છતાં અમારી જૈન બહેનમાં એ ફેશનની અસર નથી થવા પામી, કદાચ કંઈ અસર હોય, તો પણ તે નહિં જેવી જ. કરાચીની જેન બહેને પોતાના દેશ કાઠિયાવાડ, કચ્છ અને મારવાડની મર્યાદાને હજુ પણ જાળવી રહી છે, એ ખરેખર સદ્દભાગ્યની નિશાની છે. એનું કારણ કદાચ એ પણ હશે કે જૈન બહેને આજકાલના અંગ્રેજી શિક્ષણથી બહુ દૂર રહી છે. ભાગ્યેજ કઈ બહેન મેટ્રીક સુધી ગએલી હશે. અંગ્રેજી શિક્ષણમાં આગળ વધેલી નહિં હોવા છતાં અમદાવાદ જેવા શહેરની વાત તો દૂર રહી, શહેરની નજીકનાં ગામોમાં ફેશને કયાં ઓછો દાટ વાળ્યો છે? જ્યારે કરાચી જેવા શહેરની બહેને એમાંથી બચી છે, એ ખરેખર ખુશી થવા જેવું છે.
એકંદર કરાચીની એંસી હજાર ગુજરાતીની વસ્તીમાં સાડાત્રણ હજારની સંખ્યા ધરાવનાર જિનેનું સ્થાન વ્યાવહારિક અને ધાર્મિક દૃષ્ટિએ પણ સમય અને સ્થાનના પ્રમાણમાં ઊંચું ગણું શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org