________________
૨૦૨ ]
મારી સિંધયાત્રા
-
-
-
-
છે, અને તેમાં કે જેમને “ગર્ભ–શ્રીમન્ત' કહીએ અથવા જેની
શ્રીમન્તાઈ જના વખતથી ચાલી આવતી હોય, એ શ્રીમન્ત તે મુશ્કેલીથી શોધ્યે જડે.
ખામીઓ
આજે કરાચીમાં લગભગ સાડાત્રણથી ચાર હજાર જૈનેની વસ્તી હોવા છતાં, અને દસ લાખ, બે લાખ કે એક એક લાખ જેટલી લક્ષ્મી ધરાવનારા “ લક્ષ્મીનંદન” હેવા છતાં પ્રાયઃ કોઈ પણ સામાજિક કે ધાર્મિક સ્થાયી હેટું કાર્ય કેઈ એક ગૃહસ્થ પિતાના તરફથી કર્યું હોય, એવું પ્રાયઃ જણાતું નથી. બલ્ક સમસ્ત સમાજે મળીને કર્યું હોય, એવું પણ નથી. કરાચીના જૈનમાં નથી કે સેનીટેરીયમ કે જ્યાં કઈ રોગી કુટુંબ તબીયત સુધારવા માટે રહી શકે નથી કોઈ ભોજનશાળા કે
જ્યાં અકસ્માત સ્ટેશનથી ઉતરતો કોઈ જેન બે-ચાર આના આપી શુદ્ધ ભેજન મેળવી શકે નથી કોઈ જૈનધર્મશાળા કે જ્યાં રેલથી ઉતરતાં જ
આ અમારી ધર્મશાળા છે” એમ સમજી પિતાને બીસ્તરે અને ટૂંક મૂકી શકે નથી કોઈ સરતા ભાડાની ચાલી કે જ્યાં પચ્ચીસ-ત્રીસ રૂપિયાના પગારમાં પોતાના પાંચ સાત માણસના કુટુંબને નભાવવા માટે આકુળવ્યાકુળ થનારો ગૃહસ્થ થોડા ખર્ચે પોતાના કુટુંબ સાથે વાસો કરી શકે; નથી કોઈ સ્વતંત્ર દવાખાનું કે જ્યાં કોઈ ગરીબ વિધવા બહેન પિતાના વહાલા એકના એક બચ્ચાની બિમારી વખતે જઈને દવા લઈ શકે; નથી કેાઇ કઓપરેટીવ હાઉસીંગ સેસાયટી અથવા ક્રેડીટ સોસાયટી કે જે દ્વારા સાધારણ સ્થિતિના જૈને રાહતપૂર્વક પિતાને નિર્વાહ ચલાવી શકે નથી કોઈ સ્વતંત્ર હાઇસ્કૂલ કે પ્રાથમિક સ્કૂલ પણ, કે જ્યાં જેને સ્વતંત્ર રીતે પોતાનાં બાળકોને વ્યાવહારિક જ્ઞાનની સાથે ધાર્મિક જ્ઞાન પણ આપી શકે. આટલા આટલા “શ્રીમન્ત” હોવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org