________________
જેનોનું સ્થાન
મંદિરમાગી હતા, તેઓ સ્વામીવાત્સલ્ય આદિમાં સ્થાનકવાસી ભાઈઓની સાથે જમતા. પોતે મંદિરમાગ એટલે જમવા સિવાયનું પૂજાપાઠપ્રતિકમણ વિગેરે બધું ગુજરાતી, કચ્છી, મારવાડીઓની સાથે કરતા. ધીરે ધીરે મંદિરમાગીઓની સંખ્યા વધતી ગઈ, રણછોડલાઈનમાં બહોળો સમુદાય થયો, એટલે ગુજરાતી, કચ્છી, મારવાડી અને કાઠિયાવાડી, કે જેમાં હાલાઈ, ઝાલાવાડી અને ઘોઘારીનો પણ સમાવેશ થાય છે, તેનું પણ સંગઠન થયું, કે જે સંગઠન અત્યાર સુધી બરાબર ચાલ્યું આવ્યું છે.
પ્રાન્તાભિમાન.
કરાચીની વર્તમાન જૈનેની સ્થિતિને વિચાર કરીએ તે અત્યારે કાઠિયાવાડી ભાઈઓની વસ્તી વધારે છે. તેઓની અપેક્ષાએ કચ્છી, મારવાડી અને ગુજરાતીઓની સંખ્યા ઘણી ઓછી છે. પૈસે ટકે પણ કાઠિયાવાડી ભાઈઓ સારા સુખી છે, એટલે થોડી સંખ્યા ધરાવનારા કરછી, મારવાડી અને ગુજરાતી ભાઈઓ કાઠિયાવાડી ભાઈઓની સાથે ભળીને રહે છે. આ કહેવાનો હેતુ એ છે કે કાઠિયાવાડી જેનોની જે બહોળી વસ્તી છે, તેઓ પિત પિતાને કાઠિયાવાડી તરીકે નહિ ઓળખાવતાં
હાલાઈ ” અને “ઝાલાવાડી” તરીકે ઓળખાવવાનું વધારે પસંદ કરે છે. એટલે દેશથી ઓળખાવવાને બદલે “પ્રાન્ત'થી તેઓ વધારે ઓળખાવે છે, એટલું જ નહિ પરંતુ જાણે જુદી જુદી કામનાજ પોતે ન હોય એવી અસર તેઓના દિલ ઉપર થઈ ગઈ છે; એટલે કચ્છી, ગુજરાતી, અને મારવાડી ભાઈઓ કે જેઓની સંખ્યા અલ્પ છે, તેઓ પોતાની અનુકૂળતા પ્રમાણે હાલાઈ કે ઝાલાવાડીની સાથે ભળી જાય છે, બલકે બાધારી કે જેઓ કાઠિયાવાડી જ છે, તેઓની સંખ્યા પણ ઓછી હોવાના કારણે તેઓ પણ લઘુકમની માફક સૌથી ભળીને રહે છે. કહેવાની મતલબ કે કરાચીના જૈનોમાં “હાલાઈ” અને “ઝાલાવાડી ની સંખ્યા વધારે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org