________________
૧૯૨]
મારી સિંધયાત્રા
અને શકિતને ભોગ આપનાર કેંગ્રેસ કમીટીના સેક્રેટરી ડો. ત્રીપાઠી: મ્યુનિસીપાલીટીના કેળવણી ખાતામાં ડાયરેક્ટરને હાદો ભોગવતા, સિંધના ઇતિહાસ ભૂગોળના રચયિતા શિક્ષાપ્રેમી શ્રી. લાગૂ સાહેબ, પારસીઓનાં અનેક પરોપકારી ફડેના સેક્રેટરી તરીકે સેવા કરતા, દરેક ધર્મના વિદ્વાનોને મળવામાં ઉત્સુક શ્રીયુત ભાઈ પિશોતન વાણિયા; શિક્ષક તરીકેનું કામ કરી રહેલા હોવા છતાં પોતાના બચતા સમયમાં જુદા જુદા ધર્મની જુદી જુદી પ્રવૃતિઓમાં રસ લેતા અને સાહિત્ય પ્રવૃત્તિમાં મશગૂલ રહેનાર તેમજ “પ્રભુતત્ત્વ પ્રચારક મંડળ ના આમા સમા ભાઈ નરીમાન ગાળવાળા; વાવૃદ્ધ હોવા છતાં
પારસી સંસાર” જેવા અર્ધસાપ્તાહિક પત્રકારો પારસીઓ અને આમ જનતામાં નવચેતન રેડનાર “પારસી સંસાર' ના એડીટર શ્રીયુત ફીરોજશાહ દસ્તુર સાહેબ, “ સિંધસેવક' ના અધિપતિ ભાઈ ભદ્રશંકર ભદ; “હિતેચ્છુ ” ના અધિપતિ સિદ્ધહસ્ત લેખક શ્રી હરિલાલ ઠાકર,
શારદા મંદિર ' ના આત્મા–સમાન શ્રી મનસુખલાલ જોબનપુત્રા; શોર્ટહેન્ડ નહિ જાણવા છતાં, ગમે તેવાં વ્યાખ્યાનને અક્ષરે અક્ષર રિપોર્ટ લેવામાં સિદ્ધહસ્ત લેખક અને “પારસી સંસાર'ના સબ એડીટર ભાઈ ઠાકરશી મેઘજી કોઠારી; ગુપ્તદાનેશ્વરી તરીકે પ્રસિદ્ધિ પામેલા શાન્તિપ્રિય શેઠ ભગવાનલાલ રણછોડદાસ; અધી રાત્રે પણ બારણું ખખડાવતાં ગમે તેવા ગરીબને ત્યાં પણ પહોંચી જવામાં અને ફીના કે દવાના પૈસાની જરા પણ દરકાર કર્યા સિવાય ગમે તેવાની સેવા કરવા માટે તૈયાર રહેનાર, અને જીવદયા પ્રચારની ધગશ ધરાવનાર ડૉ. ન્યાલચંદ રામજી દોશી; ગમે તેવા પરોપકારી કાર્યમાં જરા પણ આનકાની સિવાય દિલની ખુશીથીજ દાન કરનાર, સાધુભક્ત શેઠ લાધાભાઈ (વિરમ લધાવાળા); આસન અને પ્રાણાયામની શાસ્ત્રીય પદ્ધતિથી જુદી જુદી કસરતો વડે અસાધ્ય રોગ મટાડવાની અસાધારણ કુશળતા ધરાવનાર અને “કિંગ ઓફ ફિઝિકલ કલચર” તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org