________________
૧૯૦ ]
મારી સિંધયાત્રા
ગમે તેવા ઓળખીતા કે અજાણ્યાને પણ મદદ કરવામાં, કઈ સંસ્થા કે સભાના સંચાલકોને સહકાર આપવામાં, ફંડ ફાળામાં સહાય કરવામાં તેમજ ગુજરાતી પ્રજાની ઉન્નતિના કોઇપણ કાર્યમાં તેઓ રસપૂર્વક ભાગ લે છે. ઘણીએ જાણીતી સંસ્થાના તેઓ પ્રમુખ છે. આ જમાનામાં જેને ધાંધલીઆ કહેવામાં આવે છે, તેવા તે નથી. એટલે કે તેઓ ફક્ત કામ કરી જાણે છે: ફરજ બજાવી જાણે છે અને છતાં એ બધાથી પાછા અલિપ્ત રહી જાણે છે, એ એમના જીવનની ખૂબી છે.
તેઓ સ્ત્રીકેળવણી ને બાળકેળવણીના હેટા હિમાયતી અને પ્રચારક છે. બાળકને માટે કેટલાં ય પુસ્તકે તેમણે લખ્યાં છે. વર્તમાનપત્રની દુનિયામાં કરાચીના તમામ પત્રોમાં તેઓ અવાર-નવાર સમાજ, ઉદ્યોગ, હુન્નર અને વિજ્ઞાન ઉપર લેખો દ્વારા જનસમાજને કેળવે છે. આમ અનેકવિધ પ્રવૃત્તિના તેઓ પ્રવર્તક છે.
જ્યારે લોકોને સ્વદેશીમંત્ર ભણાવવાની જરૂર પડતી હતી, તેવા સમયમાં ઇ. સ. ૧૯૨૩માં તેમણે ખૂદ કરાચીમાં “સ્વદેશી પ્રદર્શન પિતાના બળે ખેલ્યું હતું. અને તે બાબતમાં સ્વદેશદ્વારમાં પિતે અમુક ખોટ ખાઈને પણ સેવા આપી હતી.
તેઓ હિસાબીખાતામાં એકાઉન્ટન્ટ તરીકે, એડિટર તરીકે પ્રસિદ્ધ છે. ઘણી યે સંસ્થાઓમાં તેમણે મફત કાર્ય કરી સંસ્થાઓને હજારોની મદદ કરેલી છે. કહેવાય છે કે તેઓ કાયદાની ઝીંણામાં ઝીણી ગુંચ બોળી કાઢી શકે છે.
તેમને શાંત સ્વભાવ, હમેશા પ્રસન્ન વદન, ગંભીર ચહેરે, ઉંચુ કદ, ભવ્ય કપાળ અને મીઠી વાણુ કાઇપણ મળનારનું ધ્યાન ખેંચ્યા વિના નથી રહેતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org