________________
જૈનોનું સ્થાન
[૧૯૫
જેની વસ્તી હતી, સેંકડો મંદિરો હતાં અને જૈનધર્મની પૂરી જાહોજલાલી હતી, એ વાત બતાવવામાં આવી છે. કહેવાય છે કે એક વખતે નગરઠઠ્ઠામાં પણ જનોની બહુ મોટી વસ્તી હતી. અત્યારે ત્યાં એક પણ ઘર જનનું નથી; પણ “ભાવડાને વાસ” નામને મહોલ્લો છે, કે જે "ભાવડા ' જૈનો' જ કહેવામાં આવતા હતા. અત્યારે પણ પંજાબમાં જૈનેને “ભાવડા” જ કહે છે. હાલમાં જૈનોની વસ્તી છે, તે લગભગ ત્રણસો વર્ષથી જેસલમેર, પાલી વિગેરેથી આવી વસેલા છે. ઉમરકેટમાં પણ જેને હતા. અત્યારે ત્યાં દસ બાર ધર છે.
અમારે ઉદ્દેશ અહિં કરાચી સંબંધી છે. કરાચીમાં જેનો કયારે આવ્યા? એ જાણવું જરૂરનું છે.
બહુ તપાસની અંતે માલૂમ પડે છે કે જૈનોનું આગમન કરાચીમાં જ્યારથી અંગ્રેજે આખ્યા ત્યારથી થયું છે. કહેવાય છે કે પાટણના શેઠ લીલાચંદ ચાવાળા સૌથી પહેલાં અંગ્રેજોની સાથે આવ્યા હતા. આ સમય છે લગભગ ઈ. સ. ૧૮૪૦ ને. (વિ. સં. ૧૮૯૬) જેને આજે સો વર્ષ થાય છે.
તે પછી ઇ. સ. ૧૮૫૧ એટલે વિ. સં. ૧૯૦૭ની લગભગમાં ખેતાવાળા કરછી ભાઈઓ અને સાયલાથી કાળા ગલા, બાવા અમરચંદ, શેઠ પાનાચંદ માવજી, અમદાવાદના શેઠ જમનાદાસ મુલતાની અને ઉવારસદના શેઠ ઉમેદચંદ મોતીચંદ વિગેરે આવ્યા. આજ અરસામાં મારવાડને પાલી ગામથી શેઠ નવલમલજી ગુમાનમલજી વિગેરે મારવાડીએની પણ આવક શરુ થઈ. આવી જ રીતે સ્થાનકવાસી શેઠ ડમર નીમછ, ત્રિકમ કાળુ અને કચ્છીઓમાં પ્રાગજી પાનાચંદ વિગેરે પણ આવેલા. કહેવાય છે કે આ બધા કુશળ સાહસિક વ્યાપારીઓ હતા. ખામાં અમદાવાદના શેઠ પ્રેમાભાઇ હેમાભાઈનું નામ પણ ઉમેરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org