________________
વિશિષ્ટ વ્યકિતઓ
[ ૧૯
અન્ય વ્યકિતઓ
હું આ પ્રકરણના પ્રારંભમાં કહી ગયો છું તેમ, ભિન્ન ભિન્ન વિશિષ્ટતાએ રાખનારી અનેક વ્યક્તિઓ કરાચીમાં હશે–છે, તેમાં મારા ઘણા પરિચયમાં આવનારી વ્યકિતઓ પણ કંઈ ઓછી નથી. તેઓમાંની ખાસ ખાસ વ્યકિતઓ આ પણ છે
સનાતન ધર્મનું કટ્ટર અભિમાન રાખનાર અને કરાચીની દરેક પ્રવૃત્તિમાં ભાગ લેનાર, શ્રીમત અને વૃદ્ધ છતાં સારી વકતૃત્વ શકિત ધરાવનાર પરમશ્રદ્ધાળ, સાધુભક્ત સિધિ ગૃહસ્થ શેઠ કામલજી ચેલારામ; એક વખતના કરાચીના મેયર, ગંભીર વિચારક અને સાધુ સંતોના ભકત શ્રીયુત દુર્ગાદાસ એડવાની; “નવચેતન” “શારદા” અને એવા અનેક પત્રોમાં દેશના આર્થિક પ્રશ્નોને સ્પષ્ટ રીતે છણુનાર, ઉંચી કેટીના લેખ. લખનાર સરસ્વતી અને લક્ષ્મી બન્નેને સાથે વસાવનાર ડુંગરસી ધરમસી સંપટ; સિંધ જેવા મુલકમાં જન્મવા છતાં સંસ્કૃતનું અસાધારણ જ્ઞાન ધરાવનાર દાર્શનિક વિદ્વાન પં. ધર્મદેવ જેટલી, પ્રભુતવને પ્રચાર કરવા માટે અને સર્વધર્મને સમન્વય કરવા માટે રાત-દિવસ પ્રયત્ન સેવી રહેલ, ઉદાર વિચારના અને અનેક ગ્રન્થોના લેખક શ્રીયુત જમીયતરામ આચાર્ય; સ્ત્રીશિક્ષા માટે સારો પ્રેમ ધરાવનાર અને શિક્ષા માટે તેમજ બીજા કાર્યોમાં હજારો રૂપિયાની સખાવત કરનાર શ્રીમાન શેઠ મનુભાઈ જોશી; વ્યાપારી લાઈનમાં ગમે તેવા આંટીઘૂંટીવાળા કેરડા ઉકેલનાર અને પોતાની બહેશી, પ્રભાવકતા અને તટસ્થતાથી યુવાને અને વૃદ્ધામાં માનીતા શેઠ છોટાલાલ ખેતશી; જાતે મુસલમાન હોવા છતાં વિચારમાં ઉદાર અને સ્વભાવમાં મળતાવડા કરાચીના માજી મેયર ભાઈ હાતીમ અલવી; કોઈપણ જાહેર પ્રવૃત્તિમાં તન-મન–ધનથી પોતાને સાથ આપવા તૈયાર રહેનાર શેઠ હરિદાસ લાલજી; કેગ્રેસ પ્રવૃત્તિમાં પિતાના સમયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org