________________
વિશિષ્ટ વ્યકિતઓ
[ ૧૮૭
અનેક પ્રકારનું મંથન થતું જતું હતું. હું તો ઘોર વિચારસાગરમાં ડૂબી રહ્યો હતો. “આ પારસી ગૃહસ્થ, હું એક જન સાધુ. મારે તેમને પરિચય નહિ. તેઓ મને શું કહી રહ્યા છે? આ બધી યે હકીકત કહેવાને એમણે મને “પાત્ર સમજી લીધો છે” એક છોકરો પિતાના પિતાની આગળ ન કહી શકે, એક શિષ્ય પોતાના ગુરુને પણ કહેતા સંકેયાય, જ્યારે એક પારસી ગૃહસ્થ ગંભીરતા પૂર્વક જે જે બાબો કહી રહ્યા હતા, એમાં નહેતો સંકેચ કે હે ભય. હદયની નિખાલસતા ખી દેખાઈ આવતી હતી.
લગભગ બે કલાક સુધી પોતાના જીવનનું સંપૂર્ણ કથન કર્યા પછી તેમણે કહ્યું –
“મહારાજ, ઇન્સાન જ્યાં સુધી એગ્ય પુરુષની આગળ પિતાના દિલની સાફ વાત કરતો નથી, ત્યાંસુધી ગમે તેવા અમૃતમય ઉપદેશનું એક બિંદુ માત્ર પણ એના હૃદયમાં ટકતું નથી. અને એ જ કારણ છે કે આજે આટલા આટલા ધર્મગુરુઓ ઉપદેશો આપે છે, પરંતુ પાપોથી મલીન, કપટથી ભરેલા, નાપાક હૃદયમાં એની કંઈજ અસર થતી નથી.”
નિખાલસ હદયથી, નિર્ભયતા પૂર્વક, આત્મશુદ્ધિને અર્થે જીવનની પ્રત્યેક ઘટના પ્રકટ કરનાર મારી હજારો માઈલની અને હિંદુસ્તાનના લગભગ અનેક દેશોની મુસાફરીમાં જે કંઈ મહાનુભાવ મળ્યો હોય તે તે આ એકજ. અને તે ભાઈ એદલ નસરવાનજી ખાસ
અને તેટલાજ માટે કરાચીની સાડાત્રણ લાખ માણસની વસ્તીમાં આ કોઈ પ્રસિદ્ધ પુરુષ, કાર્યકર્તા, ભાષણે ઝાડનાર કે લાખો રૂપિયાની સખાવત કરી નામચીન થયેલ ગૃહસ્થ નહિ હોવા છતાં, હું એમને કરાચીની વિશિષ્ટ વ્યક્તિઓમાં ઉંચુ સ્થાન આપું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org