________________
વિશિષ્ટ વ્યકિતએ
[ ૧૮૩
હીરાલાલ ગણાત્રા
પગથી માથા સુધી શુદ્ધ સફેદ ખાદીના કપડામાં હંમેશા સજજ રહેતા ભાઈ ગણાત્રા કરાચીની કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ લીધા વિના નથી રહેતા. ગર્ભશ્રીમત હોવા સાથે વકતૃત્વકળા તેમને વરી છે. ભાઈ ગણાત્રાને મીઠે માર ભાગ્યે જ કોઈએ નહિં ઝીલ્યો હોય. નિઃસ્વાર્થવૃત્તિથી મીઠો મીઠે માર મારતાં એમને સુંદર આવડે છે. કેઈ પણ ધર્મની કોઈ પણ પ્રવૃત્તિમાં ભાઈ ગણાત્રાને સાથ તો હોય જ. લેવા જનાર જોઈએ. ઘણું વર્ષોથી મ્યુનિસીપાલીટીના મેમ્બર તરીકે તેમણે કરાચીની ઘણું સેવા કરી છે. વર્તમાન જમાનાનું શિક્ષણ અને વર્તમાન જમાનાના લોકેના સહવાસમાં રાત-દિવસ રહેવા છતાં, એમના ધાર્મિક સંસ્કારે કોઇને પણ આશ્ચર્ય પમાડ્યા વિના નથી રહેતા. કરાચીમાં કોઈ પણ સંપ્રદાયને, કોઈ પણ સાધુ આવે, તેનું આદરસન્માન કરવાને ભાઈ ગણાત્રા તૈયાર જ હોય. તેઓ પોતે જ નહિ, તેમનું આખું યે કુટુંબ ભક્તિભાવમાં તલ્લીન રહે. જાતે લેહાણું હોવા છતાં, સાંપ્રદાયિકતાને દુરાગ્રહ અથવા “મરજાદી' પણું તેમને સ્પસ્યું નથી. ધર્મને શ્રદ્ધાળુ છે, પણ ધર્માધ નથી. તેમની કામ માટે તેમણે જે જે કર્યું અને કરી રહ્યા છે, એ માટે એમની કામ તે ખરેખર જ તેમની ઋણિ છે. થોડા વખત ઉપર જ તેમના પરિશ્રમથી લાખની સખાવત તેમની કામના શ્રીમોએ કરી હતી. અને તેમની જાતી દેખરેખ નીચે એ સખાવતોથી બનેલાં આલીશાન મકાનોમાં આજે અનેક ગરીબ કુટુંબો બિલકુલ થોડા ખર્ચે આરામ લઈ રહ્યાં છે, ને એ હીરાને આશીર્વાદ આપી રહ્યાં છે. સામાજિક, ધાર્મિક કે રાષ્ટ્રીય કંઇ પણ પ્રવૃત્તિ કર્યા કરવી, એ એમનું જીવન ધ્યેય છે. “શિધ્રતા' એ તો એમના જીવનમાં જાણે ઓતપ્રેત થઈ ગઈ છે. મરતાં મરતાં બોલવું કે મરતાં મરતાં ચાલવું અથવા મરતાં મરતાં કામ કરવું, એના તે એ કટ્ટર દુશ્મન લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org