________________
કરાચી
[ ૧૩૭
આ એક પાંચ-પચીસ મચ્છીમારનું ગામડું હતું. અકલાચી-જે-ગાઠ’ એ નામે ઓળખાતા એ ગઠનો નેતા “કલાચી' એ આ મચ્છીમારેમાં મુખ્ય હતો. હબ નદીના પશ્ચિમ કિનારા પર આવેલા ખડક ગામના વ્યાપારીઓને દરિયાઈ વેપાર ચલાવતાં વચમાં રેતી નડતી હોવાથી તેઓ ખાડી પાસે રહેવા લાગ્યા. તે વખતે તેનું નામ “ કલાચી કુન' જણાયું. અહિં જ્યારે વસ્તી વધી, ત્યારે ધીરે ધીરે માટીનો કિલ્લો બાંધવામાં આવ્યો. આ કિલ્લાને પૂર્વ અને ઉત્તર એમ બે દરવાજા હતા. તેનાં નામ ખારે દરવાજે ને મીઠે દરવાજા આજે ખારાધર અને મીઠાધરના નામે જે સ્થાન ઓળખાય છે, તે જ તે વખતના દરવાજા. ઇ. સ. ૧૭૭૪૭૫માં લેફટનન્ટ જોહન પોર્ટરે આ કોચીટાઉન શોધી કાઢી તેને ઉલ્લેખ કર્યો છે. એમ કહેવાય છે કે “બલેચીને અપભ્રંશ લચી--કોચી- કરાચી થયું છે. તે વખતના સિંધના કલોરા રાજાઓ તરફથી આ ગામ બલચીઓને અપાયેલું. હિંદુ વ્યાપારીઓએ તેને વિકાસ કર્યો છે. એવી ઇતિહાસમાં નોંધ છે. ૧૭૯૫માં તાલપુરા લોકોએ આ ગામ લડાઈમાં છયું. ઈ. સ. ૧૮૩૪માં બ્રીટીશ લશ્કર અફઘાનીસ્તાનમાં રૂશિયા સાથે લડાઈ કરવા સિંધમાં થઈને જવા માટે કિનારે આવ્યું, ત્યારે તેમના માનમાં
મનારા”ની ટેકરી પરથી તાલપુરના સેનાપતિએ તોપના બાર કર્યો. બ્રીટીશ લશ્કર સમક્યું કે આ તે લડાઈ માટેનું આહવાન થયું. એટલે એ લશ્કરે પણ સામેથી ધડાકા ક્ય. પરિણામે સિંધીઓ ભાગ્યા એટલે બ્રીટીશ લશ્કરે કરાચી કબજે કર્યું. તે પછી અંગ્રેજી અમલમાં તેને વિકાસ થતો રહ્યો. એક દંતકથા
કરાચી સંબંધમાં એક દંતકથા પણ કહેવાય છે.
‘હૈદ્રાબાદના મીરના બે જવાન મીરજાદાઓ બહુ ઈઝી હતા. એક દિવસ હજામત કરતાં કરતાં તેના હજામે એમાંના એકને કહ્યું: ' સુંદરીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org