________________
સિંધી હિંદુએ
[૧૬
આવરણ દૂર થયું હશે, તે તેને ફાયદો થશે જ. શ્રદ્ધા રાખનારા છ પિતાની શ્રદ્ધાના બળે, અને પોતાને અંતરાય દૂર થવાના કારણે, મેળવવાના હશે તો મેળવી લેશે. એ સિવાય તે કોઈની પણ તાકાત નથી, અરે ઈશ્વરની પણ તાકાત નથી કે અશુભકર્મના-અંતરાયકર્મનાં આવરણે દૂર થયા વિના કે કોઈને કંઈ આપી શકે. તો પછી આજના પામર જીવો શું આપી શકવાના હતા ? બિચારા ભદ્રિક જીવોને અનેક પ્રકારના ચમત્કારના ઓઠા નીચે લાલચ આપી આપીને ફસાવવા, એ ભયંકરમાં ભયંકર ધૂર્તતા સિવાય બીજું શું કહી શકાય? એ શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને દુરપયોગ કે ગેરલાભ સિવાય બીજું શું કહી શકાય ? જેને ગરજ હોય છે, તે તો બિચારે ગધેડાને પણ “બાપ' કહેવા તૈયાર થાય છે. બિચારા ગરજવાનની ગરજને લાભ લઈ, પિતાને શિકાર સાધો, એના જેવું પાતક બીજુ કર્યું હોઈ શકે? દશ માણસને ગુપ્ત રીતે એક બે ત્રણ–એમ દસ નંબર ફિચરને બતાવે, એમાં એક નંબર તો આવવાનેજ. જેનો નંબર આવવાને, તે માણસ તો સમજે કે મહારાજે કેવું રામબાણુ બતાવ્યું. પણ એને બિચારાને કયાં ખબર છે (કે નવ જાણુ મહારાજના કહેવાથી ફસાયા ને હવે પછેડી ઓઢીને રાઈ રહ્યા છે? પેલે કમાનારે તો મહારાજની વચનસિદ્ધિનાં બણગાં સો જગ્યાએ કે, એટલે મહારાજની પાછળ તે ભકતોનું, ભકતોનું નહિ પણ, ભિયાઓનું ટોળું ફરતું જ હોય.
' અરે, જેને પિતાના:ભાગ્યમાં શું ભર્યું છે, એટલું જાણવાની શકિત નથી, એ બીજાને શું આપી શકવાને હતો? આપશે એનું ભાગ્ય !
બેશક, જે સાચે સાધુ છે, એનામાં સાધુતા છે, તો તેને આશીર્વાદ જરુર આત્મશકિતને લાભ કર્તા થાય છે. પરંતુ દુનિયામાં અનેક પાપમાં ખદબદી રહેલા અને પૂછનારના કરતાં જરા યે પણ વિશિષ્ટતા નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org