________________
૧૬૪]
મારી સિંધયાત્રા
થાક્યા પાક્યા અમે નિંદ્રાદેવીની ઉપાસના કરી રહ્યા હતા. કેઈ ઉંધતું હતું તો કાઈ જાગતું હતું. હાથમાં તંબુરા અને મંજીરા લઈને પાંચ-દસ માણસનું એક ટોળું આવ્યું. “એલ્યા, કોણ છે ?“બાપજી અમે ઢેઢ સીએં" ભાષાથીજ માલૂમ પડયું કે તે ગુજરાતી છે. “અલ્યા ભાઈ, અહિં કયાંથી?' “અહિં ખેતરમાં અનાજ વાઢવાનું કામ કરીએ સીએ. ઘણા વરહથી અહિં રહીએ સીએ બાપ. અમને ખબર પડી કે આપણા દેહના ભારાજ આવ્યા સે, એટલે અમે આપને દરશન-પરેશન કરવા આવ્યા. બાપુ જરા ભજન હંભળાવીએ ?” “હા, ભાઈ ખુશીથી.' - ચાલ્યો તંબુરાનો તાર અને ખડખડવા લાગ્યા મંજીરા. હરિજનોની ધૂન જામી ગઇ. ઉંઘનારાઓની ઉંઘ ઉડી ગઈ. થયા બેઠા અને લાગ્યા સાંભળવા ભજનો.
આવા આવા તો અનેક પ્રસંગો વિહારમાં પ્રાપ્ત થયા. સિંધના ગામડામાં પણ ગુજરાતીઓ પહોંચી ગયા છે ખરા. કોઈ ખેતી કરે છે, તો કોઈ શાક ભાજી ઉત્પન કરી પિતાનું ગુજરાન ચલાવે છે. કોઈ ઝાડુ કાઢવાનું કામ કરે છે, તે કોઈ ટટ્ટીએ સાફ કરે છે. આમ જુદા જુદા કાર્યો દ્વારા પોતાનું પેટ ભરતા હજારે ગુજરાતીઓ સિંધમાં જ્યાં ને ત્યાં નજરે પડે છે.
હૈદ્રાબાદમાં તે ગુજરાતીઓની ખાસી વસ્તી જેવાઈ. વાણિયા કે બ્રાહ્મણ, તેલી કે તબેલી, દરજી કે સુતાર, મેચી કે ભંગી-ઓછીવત્તી સની વસ્તી હૈદ્રાબાદમાં છે. ગુજરાતી કરાચી
કરાચીમાં તો ગુજરાતીઓએ, શ્રી ખંધડીયાના કથન પ્રમાણે ગુજરાતી કરાચી' બનાવી દીધું છે. અત્યારે કરાચીની કુલ વસ્તી ત્રણેક
મમીમાં અજમાને કી અથવા જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org